સમેતશિખર જૈન તીર્થની માલિકીની તકરાર શરૂ થઈ
એક સવાલ અવારનવાર લોકો પૂછે છે, Who built Sammed Shikhar? Who owns Sammed Shikhar? તો આ સવાલનો જવાબ જાણવા માટે Sametshikhar Tirth Shikharji વિષે, તેનો ઇતિહાસ સમજવા માટે આ આર્ટિકલમાં પુરાવાઓ ટાંકીને આ બાબત સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આજથી લગભગ દોઢસો વર્ષ પહેલાંની વાત છે. અમદાવાદના નગરશેઠ હેમાભાઈના જમાઈ શેઠ હઠીસિંગ મહાન શાહ સોદાગર હતા. તેમના ત્રીજી વખતના લગ્ન ભાવનગર પાસે આવેલા ઘોઘાના હરકુંવર શેઠાણી સાથે થયા હતા. ઘોઘા એક જમાનામાં ધીકતું બંદર હતું. હરકુંવર શેઠાણીને પરણ્યા પછી હઠીસિંગની ખુબ ઉન્નતી થઈ હતી. હરકુંવર શેઠાણી ખૂબ સ્વરૂપવાન ધનવાન અને ગુણવાન તો હતાં જ, સાથોસાથ એટલા જ ધર્મિષ્ઠ પણ હતા. ઇ. સ. 1864 માં તેઓ સમેતશિખર જૈન તીર્થ Sametshikhar Tirth Shikharji ની યાત્રાએ ગયા હતા.
જિનેશ્વર પ્રત્યેના અનન્ય ભક્તિ ભાવથી ત્યાં તેમણે સોનાનો દાગીનો ચડાવ્યો અને બીજી કીમતી ભેટો ધરી હતી. તેમના ગયા પછી ભગવાનને ધરેલી આ મૂલ્યવાન ભેટ ત્યાંના શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ પાસેથી પાલગંજના રાજાએ છીનવી લીધી. જેનાથી ફરીવાર સમેતશિખર જૈન તીર્થની માલિકીની તકરાર શરૂ થઈ.
ઋજુવાલિકા નદી, શાલ વૃક્ષોનું ગાઢ વન મધુવન, તીર્થ રક્ષક શ્રી ભોમિયા દાદાનું મંદિર, પારસનાથ પહાડ, વિવિધ પ્રકારની જડીબુટ્ટીઓ વાળું જંગલ, મેઘાડંબર ટૂંક, જળ મંદિર વગેરે સ્થાન મધ્યે વર્તમાન 20 તીર્થંકરોના જ્યાં નિર્વાણ કલ્યાણક થયા એવી પાવન, નૈસર્ગિક સૌદર્ય ભૂમિ એટલે શ્રી સમેતશિખર જૈન તીર્થ.
સમેતશિખર જૈન તીર્થ અનાદિકાળથી જૈનોનું છે
જૈન શાસનની પરંપરા અનુસાર યાત્રિકો અને ભક્તો દ્વારા પ્રભુજીને ચઢાવવામાં આવતા ફળ, નૈવેદ્ય, દાગીના રોકડ એ બધું ‘દેવ દ્રવ્ય’ ગણાય. તેનો ઉપયોગ ભગવાનના કામ સિવાય સાધારણ ખાતામાં કરી શકાય નહીં. અથવા કોઈને આપી શકાય નહીં પરંતુ ગોપાલગંજના રાજાના માણસો તે બધું પડાવી લેવા માંડ્યા આથી જગત શેઠના વારસદારો અને રાજા વચ્ચે પણ આ આવક કોણ લે એ બાબતમાં સંઘર્ષ થયો. અહીં પ્રશ્ન થશે કે આ જગત શેઠ વળી કોણ? તેનો જવાબ આપણને આ લેખમાં આગળ મળી જશે.
હવે આપણે સમેતશિખર નો મહિમા અને તેની માલિકી વિશે ટૂંકમાં સમજી લઈએ. સમેતશિખર અનાદિકાળથી જૈનોનું છે કારણકે જૈનોના કુલ ૨૪માંથી 20 તીર્થંકર ભગવાન આ પર્વત ઉપર અનશન કરીને ધ્યાનાવસ્થામાં નિર્વાણ પામ્યા હતા.
સમેતશિખર મહાતીર્થની યાત્રાએ જવા માટેનું સ્વપ્ન પ્રત્યેક જૈન જીવનમાં કમ સે કમ એક વાર તો
જરૂર પૂરું કરે જ છે. નૈસર્ગિક સૌંદર્યથી ભરપૂર મધુવન સમેતશિખરની તળેટીમાં તીર્થરક્ષક શ્રી ભોમિયા દાદાનુ મંદિર અને આસપાસમાં ઘણી બધી ધર્મશાળાઓ છે.
આ તીર્થનો મહિમા અપાર હોવાથી જૈનાચાર્ય શ્રી પાદલિપ્ત સૂરિજી આકાશગામિની વિદ્યા વડે દરરોજ પાદલિપ્ત સ્થાન એટલે કે વર્તમાન પાલીતાણાથી સમેતશિખર આકાશમાર્ગે જતા આવતા હોવાનો જૈન ગ્રંથોમાં ઉલ્લેખ છે.
સમ્રાટ અકબરે જૈનાચાર્ય શ્રી હીર વિજય સૂરિજીને સમેતશિખર જૈન તીર્થ સહિત પાંચ તીર્થો ભેટ ધર્યા હતા
મોગલ સામ્રાજ્યના વખતમાં સમ્રાટ અકબરે વિક્રમ સંવત ૧૬૪૯ (ઇ. સ. ૧૫૯૩) માં જૈનાચાર્ય શ્રી હીર વિજય સૂરિજી ને સમેતશિખર સહિત પાંચ તીર્થો ભેટ ધર્યા હતા. તેમજ અકબર બાદશાહે પૂજ્ય સૂરિજી ને જગતગુરુનું બિરુદ પણ આપ્યું હતું. બાદશાહ અકબરે મોગલ સલ્તનતની અંદર આવેલા સિદ્ધાચલ, ગિરનાર, શિખરજી વગેરે જૈન તીર્થ ઉપર જૈનોની સ્વતંત્રતાનો “યાવચ્ચન્દ્ર દિવાકરૌ” એટલે કે ચંદ્ર સૂર્ય તપે ત્યાં સુધી અબાધિત કબજા ભોગવટાનો ખરીતો (દસ્તાવેજ) કરી આપ્યો હતો. અને આ ફરમાનો પોતાના તાબાના સૂબાઓને મોકલી આપ્યા હતા. આ ઉપરાંત જૈન ધર્મસ્થાનોમાં પશુઓની કતલ પર પણ પ્રતિબંધ મૂક્યો હતો.
સમેતશિખર જૈન તીર્થ જૈનો પાસેથી છીનવીને ફરી પાછું સોંપવામાં આવતું
ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે જ્યારે જે તે સ્થળે અને કાળે સત્તાપરિવર્તન થયું છે ત્યારે ત્યારે માલિકી હક્ક બાબતની તકરારો ઊભી થાય છે. સમેતશિખરજી તીર્થ ની બાબતમાં પણ અત્યાર સુધી આવું થતું રહ્યું છે. તીર્થભૂમિ ઉપર 20 તીર્થંકર પરમાત્મા આવો મોક્ષે ગયા હોય, અકબર બાદશાહે આ તીર્થની સ્વતંત્ર માલિકી આપી હોવા છતાં તે પછીના સમયમાં ઘણી વખત સમેતશિખર જૈનો પાસેથી છીનવી લેવામાં આવ્યું અને પાછું સોંપાયું તેવું બનતું રહ્યું હતું.
બાદશાહ અહમદશાહે 301 વીઘા જમીન અને પારસનાથ પહાડ જગત શેઠ ને ભેટ આપ્યા
આ દરમિયાન દિલ્હીના 18માં મોગલ બાદશાહ અહમદશાહ (1748-1754)એ મુર્શિદાબાદના શેઠ મહેતાબરાયને ઇ. સ. 1749 ના જેઠ મહિનામાં ‘જગતશેઠ’નું બિરુદ આપ્યું હતું. ત્યારબાદ ઇ. સ. 1753 માં મધુવન કોઠી, જયપાલ નાળુ, પ્રાચીન નાળું, જલદત્ત કુંડ સહિત પારસનાથ તળેટી વચ્ચેની 301 વીઘા જમીન અને પારસનાથ પહાડ (સમેતશિખર) જગત શેઠ ને ભેટ આપ્યા હતા. એ પછી ત્રણ વર્ષે ઈસવી સન 1756માં નવા સમ્રાટ આલમગીરે પારસનાથ પહાડને કરમુક્ત જાહેર કર્યો અને વેઠ, વેરો, લાગો, જકાત, મુન્ડકા વેરો, રખાયો વગેરે માફ કર્યા હતા. જૈન ધર્મી જગત શેઠ એ જમાનામાં આટલી ઊંચી વગ ધરાવતા હતા.
અંગ્રેજોએ સમેતશિખરને પોતાની અંગત મિલકત ગણીને રાજા સુખરામ સિંહના નામે ચડાવી
આમ પરાપૂર્વથી માંડીને મોગલ બાદશાહોના વખત સુધીમાં કેટલાક અપવાદોને બાદ કરતા સમેત શિખર જૈનોનું, શ્વેતામ્બર જૈનોની માલિકીનું રહ્યું; પરંતુ ભારતીય સંસ્કૃતિને અપવિત્ર કરનારા ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિ આચરનારા અંગ્રેજોએ સમેતશિખરને પોતાની અંગત મિલકત ગણીને ઇ. સ. 1960 માં પાલગંજના રાજા સુખરામ સિંહના નામે ચડાવી દીધું અને સરકારી દસ્તાવેજો પણ તૈયાર કરી દીધા તેથી જ આપણે આ લેખની શરૂઆતમાં જોયું તેમ પાલગંજ નો રાજા સમેતશિખર તીર્થમાં થતી આવક પડાવી લેતો હતો. અલબત્ત, તેને આમ કરતો અટકાવવા માટે શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનો એ તે વખતે કોર્ટમાં કેસ પણ કર્યો હતો પરંતુ વાઈસરૉયે કહ્યું કે તીર્થની માલિકી રાજા પાસે છે માટે સમાધાન કરો.
પાલગંજ નો રાજા આર્થિક ભીંસમાં આવ્યો
અંતે શ્વેતાંબર જૈનોએ રાજા સાથે ઈ. સ. 1872 માં સમજૂતી કરી અને કરાર થયો કે ઈ. સ. 1876 માં નક્કી કર્યા મુજબ રાજાને દર વર્ષે રૂપિયા 1500 આપવાના અને બાકીની રકમ ઉપર મૂર્તિપૂજક શ્વેતાંબરોનો હક રહેશે. આ રીતની સમજૂતી કેટલાંક વર્ષો સુધી ચાલી. એવામાં ઈ. સ. 1905 પછી પાલગંજનો રાજા આર્થિક ભીંસમાં આવ્યો તેથી તેણે પારસનાથ પહાડ Sametshikhar Tirth Shikharji ગીરવે મુકવા અથવા વેચી દેવાનું નક્કી કર્યું.
રાજાને ખાતરી હતી કે જૈનો સિવાય મારી મુશ્કેલી કોઈ દૂર કરી શકશે નહીં. એવામાં આ બાબતની જાણ કલકત્તાના શેઠ શ્રી બદ્રીદાસજી (તે સમયના વાઇસરૉયના ઝવેરી)ને થતાં તેઓ સક્રિય બન્યા. તેમણે અમદાવાદમાં શેઠ શ્રી આણંદજી કલ્યાણજી પેઢી ના પ્રમુખ શ્રી કસ્તૂરભાઈ મણીભાઈને હકીકત જણાવી. આથી શેઠ શ્રી કસ્તૂરભાઈ એ પાલગંજના રાજા પાસે પહાડ ખરીદી લેવાની માંગણી મૂકી.
બોર્ડ ઓફ રેવન્યુ એ સમેતશિખર પહાડ શેઠ આણંદજી કલ્યાણજી પેઢીને વેચાણ આપ્યો
તે વખતે અંગ્રેજોનું રાજ હતું અને અંગ્રેજો સારી રીતે જાણતા હતા કે સમ્રાટ અકબરના વખતથી અને તે પછી પણ જગત પાસે એટલે કે શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન પાસે સમેતશિખર ની માલિકી કબજો તથા વહીવટ છે આ બાબતે ઐતિહાસિક પુરાવા છે તેથી રાજ્ય સરકારના બોર્ડ ઓફ રેવન્યુ ના સેક્રેટરી શ્રી એસ. બ્રિસકો એ તા. 14/05/1917ના રોજ સરકારને ભલામણ કરી કે Sametshikhar Tirth Shikharji પહાડ શ્વેતાંબર સિવાય બીજા કોઈને આપી શકાય નહીં તેમજ બિહાર ગવર્નરના સેક્રેટરી શ્રી એમ. કુપલેન્ડ (I. C. S.)બોર્ડ ઓફ રેવન્યુ એ પણ ભલામણ કરીકે શ્રી બ્રિસકો એ જે ભલામણ કરી છે તે બરાબર છે.
આખરે તા. 9-4-1918ના રોજ પાલગંજના રાજાના સગીર વયના વારસદારના વાલી તરીકે બોર્ડ ઓફ રેવન્યુ એ પાલગંજના રાજા વતી શેઠ આણંદજી કલ્યાણજી પેઢીને રૂપિયા 3,50,000 ની કિંમતે વેચાણ આપ્યો હતો.
ઇ. સ.1933માં લંડનની પ્રિવી કાઉન્સિલનો ચુકાદો
આમ થયા પછી દિગંબર જૈનો એ સમેતશિખર તીર્થ પર પોતાના હક્કો માટે કોર્ટમાં કેસ કર્યો હતો આ કેસના અનુસંધાને AIR 1933 PC 193. માં પ્રિવી કાઉન્સિલ દ્વારા આ સ્વીકાર્યું ન હતું. ઇ. સ.1933માં લંડનની પ્રિવી કાઉન્સિલે ચુકાદો આપ્યો કે Sametshikhar Tirth Shikharji ની માલિકી માત્ર શ્વેતાંબરોની છે અને દિગંબરો ને પૂજા કરવાનો અધિકાર છે.
અલબત્ત, પ્રિવી કાઉન્સિલે ફક્ત 1918 ના પાલગંજના રાજયના સમેતશિખરના વેચાણ દસ્તાવેજના આધારે જ ઉપરોક્ત ચુકાદો આપ્યો હતો. સમેતશિખર પરાપૂર્વથી જૈનોનું છે. એ તીર્થભૂમિ છે. તેમજ અકબર બાદશાહે આ તીર્થ શ્વેતાંબર જૈન આચાર્ય શ્રી હીરવિજય સૂરિને અર્પણ કર્યું હતું એ બધી બાબતોને પ્રિવી કાઉન્સિલે માન્ય રાખી ન હતી.
સમેતશિખર જૈન તીર્થના વહીવટી અધિકારો શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનને સોંપવામાં આવ્યા
ત્યાર પછી ઇ. સ. 1947માં ભારત આઝાદ થયું અંગ્રેજો ગયા પરંતુ તેઓ પોતાના પદ ચિન્હો છોડી ગયા અંગ્રેજોની જેમ જ બિહાર સરકારે Sametshikhar Tirth Shikharji ને સામાન્ય જમીન જાગીર અને જંગલ ગણી લીધું અને તા. 2-4-1964 ના રોજ વિધિવત પારસનાથ પહાડ નો કબજો લઈ લીધો.
ત્યારબાદ 1965માં મૂર્તિપૂજક જૈનોએ સુપ્રીમ કોર્ટમાં રિટ કરી તેથી સરકારે ધાર્મિક લાગણીને ઠેસ ના પહોચે તેવો રસ્તો કાઢવાનું આશ્વાસન આપતા શ્વે. જૈનોએ રિટ પાછી ખેંચી લીધી. જોકે ત્યાર પછી એક દ્વિપક્ષી કરાર મુજબ સમેતશિખરના વહીવટી અધિકારો શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનને સોંપવામાં આવ્યા હતા. જો કે બિહાર સરકારે યુક્તિપૂર્વક પહાડની માલિકી તો બિહાર સરકારની જ રાખી હતી.
આમ કાનૂની દાવપેચ વચ્ચે ગિરિડીહ જિલ્લામાં ઝારખંડનો હિમાલય કહેવાતો પારસનાથ પર્વત જૈનોનું પવિત્ર વિશ્વ વિખ્યાત તીર્થસ્થળ અને તમામ જૈન ફિરકા, સંપ્રદાયનું આસ્થાનું કેન્દ્ર છે.
પ્રત્યેક જૈનોનું સ્વપ્ન : સમેતશિખર જૈન તીર્થની યાત્રા
પૂર્વે બિહારમાં હાલ ઝારખંડ રાજ્યમાં આવેલા Sametshikhar Tirth Shikharji સમેતશિખર મહાતીર્થની યાત્રાએ જવા માટે નું સ્વપ્ન પ્રત્યેક જૈન જીવનમાં કમ સે કમ એક વાર તો જરૂર પૂરું કરે જ છે. અહીં રેલમાર્ગે પારસનાથ રેલ્વે સ્ટેશન પર ઉતરી સડક માર્ગે યાત્રિકો મધુબન પહોંચે છે. બ્રિટિશ કાળે જાત્રાળુઓ ગિરીડીહ રેલવે સ્ટેશન પર ઉતરતા હતા ત્યાંથી મધુવન ૨૯ કિલોમીટર દુર છે ગિરીડીહ કોલસાની ખાણો માટે જાણીતું છે ગિરીડીહથી સમેતશિખર એટલે કે મધુવન જતાં માર્ગમાં ઋજુવાલિકા નદી આવે છે.
નૈસર્ગિક સૌંદર્યથી ભરપૂર પારસનાથ પહાડ : Sametshikhar Tirth Shikharji
ઋજુવાલિકા નદીના કિનારે ભગવાન મહાવીરને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું. અહીંથી પાંચેક કિલોમીટર દૂર જમક (જાંભક) ગામ છે. ત્યાં શાલ વૃક્ષોનું ગાઢ વન છે. ઋજુવાલિકાથી આગળ જતાં જંગલ વટાવીએ એટલે નૈસર્ગિક સૌંદર્યથી ભરપૂર મધુવન સમેતશિખરની તળેટી દેખાય છે. અહીં તીર્થરક્ષક શ્રી ભોમિયા દાદાનુ મંદિર અને આસપાસમાં ઘણી બધી ધર્મશાળાઓ છે.
પારસનાથ પહાડ તરીકે જાણીતો સમેતશિખર પર્વત મધુબનથી એક ફલાંગ (660 ફૂટ) દૂર છે. તે સમુદ્રની સપાટીથી 4488 ફૂટ ઊંચાઈ ધરાવે છે. પૂર્વે અહીં ગાઢ જંગલ હતું. ગેંડા, સાબર, રીંછ, વાઘ, હાથી, વાનર વગેરે જંગલી જાનવરો અહીં વસતા હતા. આજે પણ આ પહાડ પર ક્યારેક ઘણી જાતના જંગલી જાનવરો જોવા મળે છે તેમ જ વિવિધ પ્રકારની જડીબુટ્ટીઓ અહીં પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ છે.
પહાડ પર સુમારે છ માઈલ (લગભગ 10 કિલોમીટર) ચઢવાનું છે. રસ્તો સારો છે. વચમાં શાસન રક્ષક દેવની દેરીઓ, સીતાનાળું, ગાંધર્વનાળું તથા ગૌતમ સ્વામીની દેરી આવે છે. સમેતશિખર ઉપર કુલ ૩૧ દેરીઓ તથા જળ મંદિર આવેલું છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનની ૩૧મી સૌથી ઉંચી ટુંકને મેઘાડંબર ટૂંક કહેવામાં આવે છે.
20 તીર્થંકરોના નિર્વાણ કલ્યાણક : Sametshikhar Tirth Shikharji
આ પર્વત પર 20 તીર્થંકરોના નિર્વાણ કલ્યાણક થયા છે તેમજ કરોડો મુનિવરો અહીં મોક્ષ પામ્યા છે. આ પવિત્ર પહાડ પરથી છેલ્લે ૨૩મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ (પારસનાથ) 33 મુનિઓ સાથે એક મહિનાના ઉપવાસ કરીને ખડ્ગ આસને કાઉસગ્ગ ધ્યાન મુદ્રામાં શ્રાવણ સુદ આઠમને દિવસે રાત્રીના પૂર્વ ભાગમાં મોક્ષે ગયા હતા.
ભગવાન શ્રી પાર્શ્વનાથનો નિર્વાણ કલ્યાણક સમય એટલે ભગવાન મહાવીર પહેલા અઢીસો વર્ષે, ઇ. સ. પૂર્વે 717 વર્ષ અર્થાત્ આજથી 2726 વર્ષ થયે શ્રી પાર્શ્વનાથ પ્રભુ સમેતશિખર પર્વત પર નિર્વાણ પામ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે જેમના નામ પરથી આ પર્વતનું નામ પારસનાથ પહાડ પડ્યું છે તે પાર્શ્વનાથ બનારસના રાજા અશ્વસેનના પુત્ર હતા. તેમની માતાનું નામ વામાદેવી હતું. જૈન માન્યતા અનુસાર 16000 સાધુઓ 38000 સાધ્વીઓ અને 1,64,000 શ્રાવકો તથા 3,27,000 શ્રાવિકાઓ તેમના અનુયાયીઓ હતાં
ભગવાન મહાવીરના માતા-પિતા પણ શ્રી પાર્શ્વનાથના પૂજક અને શ્રમણોના અનુયાયી હતા.