શ્રી ધર્મધામ નાગેશ્વર પાર્શ્વ જૈન તીર્થભૂમિ દુર્વેસ Shri Dharmadham Nageshwar Parshwanath Jain Tirth Durves Near Manor તારીખ 9 માર્ચ 2009થી એક સપ્તાહ સુધી ભવ્ય મહોત્સવ ઉજવાયો. સૌપ્રથમ વખત અહીં પરમ પૂજ્ય શ્રી સૂર્યોદય સુરીશ્વરજી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય શ્રી રાજરત્ન સુરીશ્વરજી મ. સા. આદિ ગુરુ ભગવંતોનો પ્રવેશ થયો હતો. ત્યારબાદ અહિયાં મૂળનાયક સહિત દરેક ભગવાનનો પ્રવેશ અને પધરામણી થઈ, એ પછી ભૂમિપૂજન તેમજ ખનન-શીલા સ્થાપન વિધિનો કાર્યક્રમ ઇત્યાદિ પ્રસંગો ખૂબ ધામધૂમ અને હર્ષોલ્લાસથી ઉજવવામાં આવ્યા હતા.
ખનન-શીલા સ્થાપન વિધિના દિવસે સવારે ટ્રસ્ટી શ્રી માણેકભાઈ મહેતાએ અમને એક ભાઈનો પરિચય કરાવતા કહ્યું કે, ‘આ ભાઇનું નામ રાજુભાઈ છે, સાધર્મિક છે અને આજથી તેઓ આ તીર્થના વહીવટ માટે મેનેજર તરીકે કામ કરશે.’ અલબત્ત, રાજુભાઈના આવ્યા પછી પણ અમે અમારા અનુભવો, સંપર્કો અને માણસો દ્વારા તીર્થની તમામ કામગીરીમાં સંપૂર્ણ સાથ સહકાર ચાલુ રાખ્યો હતો.
Shri Dharmadham Nageshwar Parshwanath Jain Tirth Durves, Near Manor મંગલ પ્રારંભ
ભગવાન બિરાજમાન થયા બાદ Shri Dharmadham Nageshwar Parshwanath Jain Tirth Durves Near Manor નજીક નેશનલ હાઇવે પરથી પસાર થતા દરેકને ભગવાનના દર્શન થતા હતા. દિવસે દિવસે જૈન અને જૈનેતરોની ગાડીઓ દર્શન માટે કમ્પાઉન્ડની અંદર આવવા લાગી હતી. રાજુભાઇના આવ્યા બાદ ઉદય મહારાજ નામના રાજસ્થાની રસોઈયાની નિમણૂક કરવામાં આવી અને કામચલાઉ ભોજનશાળા પણ શરૂ કરવામાં આવી હતી. રાજુભાઈ સ્વભાવે મળતાવડા, આનંદી અને વિવેકી હોવાથી અહીં દર્શને આવતા યાત્રિકોને મીઠો આવકાર તથા સુખ સુવિધા મળવા લાગી. તેમજ વિહાર કરીને આવતા સાધુ-સાધ્વીજી ભગવંતોની વૈયાવચ્ચ પણ ખૂબ સારી રીતે થતી હતી. આમ આ તીર્થમાં દાદાના પ્રભાવે, ભક્તિભાવથી યાત્રિકોની સંખ્યામાં દિન પ્રતિદિન ખૂબ વધારો થતો જતો હતો.
શ્યામ-નીલો વર્ણ, 14 ફૂટની ઊંચાઈ કાઉસગ્ગ મુદ્રામાં ૨૩મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ મૂળનાયક
જૈન ધર્મના ૨૩મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાનની ઉંચાઇ ૯ ક્યુબિટ (૧૩.૫ ફીટ) અને તેમનો વર્ણ લીલો હતો. આપણી આ ભૂમિ ઉપર પધરાવવામાં આવેલા કાઉસગ્ગ મુદ્રામાં ઊભા શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાજીની ઉંચાઇ પણ તેમની મૂળ ઉંચાઇ જેટલી જ અને પ્રતિમાજીના આરસ પહાણનો કલર પણ લીલા રંગનો છે.
શીલા સ્થાપન વિધિ પછીના સમયગાળામાં ભગવાનને પરોણાગત માટે જે શેડ બનાવવામાં આવી રહ્યો હતો તેનું કામ થોડું લંબાયું હતું. એ દરમિયાન એક દિવસ એક ઘટના બની. તે દિવસે રોજની જેમ મારો ભાઈ અમારી ઓફિસમાં બેઠો હતો ત્યારે અચાનક બે પૂજારી દોડતા આવ્યા અને બારીમાંથી કહ્યું કે ‘ભાઈ જલ્દી આવો ભગવાન હલે છે.’ મારા ભાઈએ ઉતાવળા પગલે જઈને જોયું તો પવન જોરદાર ફૂંકાઈ રહ્યો હતો અને તેના કારણે શેડમાં બિરાજમાન ભગવાનની પ્રતિમાજી પવનથી ચલાયમાન થતાં હતા.
મારા ભાઈએ તાત્કાલિક પૂજારીઓ તથા બે માણસોને નાહીને પૂજાના કપડામાં ઝડપથી આવવા સૂચના આપી અને ચાર-પાંચ બીજા માણસોને પણ બોલાવી લીધા. સાથોસાથ સાઇટ પર કામ કરતા કડિયા મજૂરોને બોલાવીને તાબડતોબ સિમેન્ટ રેતીનો માલ બનાવીને પ્રતિમાજી ફરતો નીચે મજબૂત ઓટલો બનાવી દીધો.
Shri Dharmadham Nageshwar Parshwanath Jain Tirth Durves, Near Manor પરિસરમાં નાગ નાગણનું જોડું
આ ઘટના પછી ઘણાં મહિનાઓ સુધી ભગવાનની આસપાસ અને પરિસરમાં અવાર નવાર એક નાગ નાગણ ફરતા નજરે પડતા હતા. અમારા પરિસરમાં કોઈપણ જગ્યાએ પહેલેથી જ જીવહિંસા ના થાય તેવો અમારો ખાસ આગ્રહ હતો. આથી ‘કોઈએ સાપ નીકળે તો મારવું નહીં પરંતુ નાછૂટકે તેને પકડીને પરિસરની બહાર ક્યાંક જંગલમાં છોડી આવવો’ તેવું અમે માણસોને કહી રાખ્યું હોવાથી, કામ કરતા મજૂરો વગેરે લોકો જ્યારે પણ ક્યાંય સાપ નીકળે ત્યારે તેને પકડીને અથવા જમીન પર લાકડી ઠપકારતા પાછળ જઈને કમ્પાઉન્ડની બહાર છોડી આવતા હતા.
અહીં ઘણી વખત એક નાગ નાગણનું જોડું ક્યારેક સાથે દેખાય તો ક્યારેક જુદા જુદા ફરતાં જોવા મળતાં હતાં. જંગલ વિસ્તાર હતો એટલે સાપ તો ઘણી વખત નીકળતા હતા. અરે, એક વખત તો રોડની પેલી બાજુએ રહેવા માટે ભાડે રખેલા મકાનનાં એક રૂમમાં જ્યાં મારો ભાઈ ગાદલું પાથરીને રોજ સૂતો હતો તે વીટો વાળેલા ગાદલાની અંદર સાપ બેઠેલો હતો. રાત્રે જ્યારે પથારી પાથરવા ગાદલુ ખોલ્યું કે તરતજ તેમાં સાપ દેખાયો હતો.
પરંતુ આપણે જેની વાત કરીએ છીએ તે નાગ-નાગણની જોડી કઈક જુદી જ હતી. તેના માટે એવું જોવા મળતું કે એ બે માંથી કોઇને પણ પકડીને માણસો પરિસર બહાર દૂર મૂકી આવતા હતાં છતાં ફરી પાછા તે આ ભૂમિના પરિસરમાં પાછા આવી જતા હતા. આવું અનેક વખત બનવા પછી કોઈ તેમને છેડતું નહીં અને એ જીવોથી કોઈને ક્યારેય નુકસાન થયું ન હતું.
ઉનાળાના દિવસો હતા ગરમી સખત હોવાના કારણે મારા ભાઈએ ભગવાનના શેડની બાજુમાં યાત્રિકો બેસી શકે તેવી કુટીર માટે ભલામણ કરી અને ટ્રસ્ટીઓની મંજૂરીથી સુરેશ નામનાં એક હોંશિયાર સ્થાનિક મિસ્ત્રી પાસે સાગનાં મજબૂત લાકડાઓ વડે એક Gazebo બનાવડાવ્યો હતો. જ્યાં સુધી ભગવાન અહીં શેડમાં પરોણાગત રહ્યા હતા ત્યાં સુધી તેના નીચે બેસવાનો યાત્રિકોને આનંદ આવતો હતો.
મુંબઈની ધમાલ થી દૂર પ્રકૃતિની ગોદમાં, ભગવાનના સાનિધ્યમાં
એક સ્તવન અને ભજનમાં એમ ગવાય છે કે “મેરે ઘર કે આગે પાર્શ્વનાથ, સાંઈનાથ તેરા મંદિર બન જાયે, જબ ખિડકી ખોલું તો તેરા દર્શન હો જાયે…” બિલકુલ આવી જ રીતે અમારા ઉપર ભગવાનની કૃપા વરસી. દિલના સાચા ભાવથી અમે સ્તવન ગાયું હોય અને ભગવાને તે સાંભળીને અમારી મનોકામના જાણે પૂરી કરી હોય તેવું બન્યુ હતું. અમે અમારાં ફાર્મહાઉસની બારી ખોલીએ એટલે સીધા જ ભગવાનના દર્શન થતાં હતાં. પ્રભુની આવી અસીમ કૃપાથી અમારા મમ્મી બહુ ખુશ હતા.
રજાના દિવસોમાં અને લાંબા વેકેશનમાં અમે પરિવાર સાથે અહીં ફાર્મહાઉસ પર આવીને રહેતા હતા. અહિયાં અમને રોજ ભગવાનની પૂજા સેવા અને આરતીનો અમૂલ્ય લાભ મળતો હતો. ઓહોહો.. શું એ દિવસો હતા; શું એ આનંદ હતો. મુંબઈની ધમાલ થી દૂર પ્રકૃતિની ગોદમાં, ભગવાનના સાનિધ્યમાં અમારો પરિવાર અને સ્ટાફના માણસો ખૂબ પ્રેમભાવથી રહેતા હતા.
તીર્થની કાર્યવાહક સમિતિ
તીર્થ નિર્માણ થઇ રહ્યું હોય ત્યારે કેટલીય જાતના કામ અને જવાબદારીઓ વહેંચવી પડતી હોય છે. શરૂઆતમાં જ મારા ભાઈએ ટ્રસ્ટીઓને સૂચન કર્યું કે ‘આપણે આ તીર્થની કામગીરીમાં મનોર ગામના લોકલ જૈન સંઘનો પણ સહયોગ લઈએ તો સારું! આપણા ધર્મધામ તીર્થથી મનોર ગામ માત્ર ત્રણ કિલોમીટર દૂર આવેલું છે. ત્યાં જૈન અને રાજકીય આગેવાન એવા સુમતિભાઈ જૈન પરિચિત છે.’ આથી જ્યારે આ તીર્થની એક કાર્યવાહક સમિતિ બનાવવામાં આવી ત્યારે પૂજ્ય ગુરુભગવંતોની પ્રેરણાથી ટ્રસ્ટીઓ દ્વારા અનમ હોટલ વાળા જયંતિભાઈ ગાલા, મારા ભાઈ નીલેશ શાહ અને સુમતિ ભાઈ જૈનને તેમાં લેવામાં આવ્યા હતા.
Best Out of Waste : લાકડાની ખાલી પેટીઓ માંથી બાંકડા બનાવ્યા
ભગવાનના પરોણાગત શેડની બહારની બાજુએ મારા ભાઈના જાણીતા કારીગર સુરેશ મિસ્ત્રી દ્વારા સુંદર મજાનો Gazebo બનીને તૈયાર હતો. તે દરમિયાન એક દિવસ મનોર ગામનો ભંગારના વ્યવસાય વાળો માણસ આ પરિસરમાં આવ્યો. તેને દેરાસરના મેનેજરે લાકડાની ખાલી પેટીઓ વેચી દેવા માટે બોલાવ્યો હતો. આ લાકડાની પેટીઓમાં બધા ભગવાનને રાજસ્થાનથી ટ્રકમાં લાવવામાં આવ્યા હતા.
આમ આ ખાલી થયેલી લાકડાની આ પેટીઓને માણસો એકઠી કરી રહ્યાં હતા ત્યારે મારા ભાઈનું ધ્યાન ત્યાં ગયું. તેણે રાજુભાઈ મેનેજરને પૂછ્યું તો તેમણે કહ્યું કે, ‘મેં ટ્રસ્ટીઓને પૂછીને આ પેટીઓ 700 રૂપિયામાં વેચી દેવાનું નક્કી કર્યું છે’. મારા ભાઈએ તેમને આ પેટીઓનું વેચાણ કરતા અટકાવીને કહ્યું કે આ પેટીના લાકડામાંથી આપણે Gazeboની અંદર બેસવા માટેના બાંકડાઓ બનાવી શકીશું. અને એ પછી સુરેશ મિસ્ત્રી પાસે બેસવા માટે બાંકડા બનાવ્યા, જેનો હજારો યાત્રિકોએ ઉપયોગ કર્યો હતો.
Shri Dharmadham Nageshwar Parshwanath Jain Tirth Durves Near Manor શ્રી ધર્મધામ નાગેશ્વર પાર્શ્વ જૈન તીર્થમાં પ્રથમ પૂનમના દિવસે દહીંસરથી યાત્રિકોની એક બસ લઈને ટ્રસ્ટી રમેશભાઈ વી. શાહ દર્શન કરવા આવ્યા હતા. એ પછી ઘણા વખત સુધી તેઓ દર પૂનમના દિવસે બસ દ્વારા યાત્રિકોને લઈને આવતાં હતાં.
ક્રમશઃ