કચ્છ યાત્રાના ત્રીજા દિવસે, અમે અરબી સમુદ્રના કિનારે આવેલા સુંદર સુથરી ગામમાં પહોંચ્યા. પ્રાચીનકાળમાં, આ ગામને “સોનથરી,” એટલે કે સુવર્ણ સ્થાન, કહેવાતું. નામ પ્રમાણે, સુથરી ગામનો ઇતિહાસ અત્યંત સમૃદ્ધ છે. અહીં, સુથરી જૈન દેરાસરમાં Ghritakallol Parshwanath Suthri Kutch ઘૃતકલ્લોલ પાર્શ્વનાથ ભગવાનની શ્રી પાર્શ્વ પ્રભુના 108 તીર્થોમાં ગણના થાય છે.
શ્રી પાર્શ્વ પ્રભુના 108 તીર્થોમાં ઘૃતકલ્લોલ પાર્શ્વનાથ
કચ્છના અબડાસા તાલુકામાં અનેક પ્રાચીન જૈન તીર્થો આવેલા છે, જેમાં સુથરી કેન્દ્ર સ્થાને છે. અહીં શ્રી ઘૃતકલ્લોલ પાર્શ્વનાથ ભગવાનની ચમત્કારિક પ્રતિમા બિરાજમાન છે. Ghritakallol Parshwanath Suthri Kutch આ જિનાલયમાં 175 વર્ષ પહેલાં નિર્માણ પામેલી આકર્ષક શિલ્પકળા છે, અને ભગવાનની મૂર્તિ લગભગ ચારસો વર્ષ જૂની છે.
આ રીતે ૧૭૫ વર્ષ પૂર્વે નિર્માણ પામેલા મનોહર શિલ્પોથી શોભતા આ જિનાલયમાં શ્રી ઘૃતકલ્લોલ પાર્શ્વનાથ ભગવાનના પ્રતિમાજી લગભગ ચારસો વર્ષ જેટલા પ્રાચીન છે. આ મૂર્તિ સમ્રાટ સંપ્રતિ મહારાજાના સમયની છે.
સંપ્રતિ મહારાજા કોણ હતા?
જૈન તીર્થંકર ભગવાનની પ્રાચીન પ્રતિમાજીઓ વિશેની જ્યારે વાત આવે ત્યારે તમે ઘણી વખત સાંભળ્યું હશે કે, આ જિનબિંબ (જૈન પ્રતિમા) સંપ્રતિ મહારાજાના સમયનું છે. એટલે કે, મહારાજા સંપ્રતિ દ્વારા ભરાવાયેલું છે. અહીં ઘણા લોકોને એવો સવાલ થશે કે આ સંપ્રતિ મહારાજા કોણ હતા?
સંપ્રતિ મહારાજા મૌર્ય વંશના શાસક હતા અને તેઓ સમ્રાટ અશોકના પૌત્ર હતા. અંધ પુત્ર કુણાલના પુત્ર હતા. તેમણે સેંકડો જૈન મંદિરોનો જીર્ણોદ્ધાર કર્યો હતો.
આ ઉપરાંત ભગવાન મહાવીરની આઠમી પાટે જૈનાચાર્ય શ્રી સુહસ્તી સૂરીના શિષ્ય હતા. તેમણે એવું વ્રત લીધું હતું કે દરરોજ સવારે જ્યાં સુધી પોતાના દ્રવ્યથી કોઈ નૂતન જિનાલયનું નિર્માણ અથવા જીર્ણોદ્ધાર થયું હોવાના સમાચાર ન આવે ત્યાં સુધી નવકારશીનું પચ્છખાણ લેવું નહીં. એટલે કે અન્ન ગ્રહણ કરવું નહીં.
આ કારણે સંપ્રતિ મહારાજાએ સેંકડો જૈન મંદિરોના નિર્માણ અને જીર્ણોદ્ધાર કરી લાખો મૂર્તિઓની સ્થાપના કરાવી હતી.
સુથરી જૈન મહાતીર્થમાં ઉગતા સુરજના કિરણો સીધા ગર્ભગૃહમાં પ્રવેશે છે, જે ભક્તિભાવ વધારી દે છે. દેરાસરના આંતરિક ભાગમાં વિક્રમના સોળમાં સૈકામાં પ્રતિષ્ઠિત શ્રી અજિતનાથ ભગવાન સહિત વિવિધ જિન પ્રતિમાઓ બિરાજે છે.
સુથરી જૈન મહાતીર્થમાં ઉગતા સુરજના કિરણો સીધા ગર્ભગૃહમાં પ્રવેશે છે, જે ભક્તિભાવ વધારી દે છે. દેરાસરના આંતરિક ભાગમાં વિક્રમના સોળમાં સૈકામાં પ્રતિષ્ઠિત શ્રી અજિતનાથ ભગવાન સહિત વિવિધ જિન પ્રતિમાઓ બિરાજે છે.
ઉપરના ભાગે શ્રી સુમતિનાથ, પ્રમુખ ચૌમુખજી તથા ત્રીશિખરીય મંદિરોમાં શ્રી આદિશ્વરદાદા અને દેવકુલિકા શ્રેણીમાં શ્રી કુંથુનાથ ભગવાનનું સહસ્ત્રકૂટ જિનાલય આવેલું છે.
શ્રી જીરાવલા પાર્શ્વનાથ ભગવાનનું ચૌમુખી અરીસા ભવન
Suthari જૈન મંદિર પરિસરમાં શ્રી જીરાવલા પાર્શ્વનાથ ભગવાનનું ચૌમુખી અરીસા ભવન આવેલું છે. આ મંદિરમાં ચારે તરફ મોટા કદના અરીસાઓ ગોઠવવામાં આવ્યા છે, જેની ખાસિયત એ છે કે ચૌમુખજી ફરતા પ્રદક્ષિણા કરતી વખતે કોઈપણ અરીસામા જોવાથી ભગવાનના દર્શન થાય છે. રાત્રિના સમયે આ મંદિરમાં થતી આરતી જોવાલાયક હોય છે.
યાત્રિકો માટે ધર્મશાળા અને ભોજનશાળાની સુવિધા બારે માસ
આ દેરાસરની આસપાસ જૈનોના સુંદર મજાની બાંધણી વાળા જુનવાણી મકાનો જોવા લાયક છે. દેરાસરની સામેની બાજુએ યાત્રિકોને રહેવા માટે ધર્મશાળા આવેલી છે. તેનાથી આગળ જતાં સાધુ સાધ્વીજીઓ માટેના ઉપાશ્રય છે. દેરાસરથી પાંચ મિનિટના રસ્તે નદી કિનારે નાનકડી પણ સરસ મજાની ભોજનશાળાની વ્યવસ્થા છે. યાત્રિકો માટે આ ભોજનશાળા બારે મહિના ચાલુ રહે છે.
Ghritakallol Parshwanath Suthri Kutch સુથરી જૈન તીર્થનો ઇતિહાસ
આ તીર્થનો ઇતિહાસ એવો છે કે, વિક્રમની 17મી સદીના ઉત્તરાર્ધમાં સુથરી ગામના રહીશ અને જ્ઞાતે દશા ઓસવાલ શ્રી ઉદીયા મેઘાશાહને શ્રી ઘૃતકલ્લોલજીના પ્રભાવક પ્રતિમાજી પ્રાપ્ત થયા હતા. જેને તેઓ અહીં લઈ આવ્યા હતા; ત્યારથી સાંપ્રત તીર્થનો ઈતિહાસ શરૂ થાય છે.
એવું કહેવાય છે કે, ઉદીયા મેઘાશાહ ની આર્થિક સ્થિતિ કંગાળ હતી. દેવું ખૂબ વધી ગયું હતું. તેઓ કરજ ના બોજથી કંટાળીને આપઘાત કરવા માટે કૂવામાં પડવા માટે જતા હતા; ત્યારે તેમને દેવ વાણી સંભળાઈ, ચારે તરફ નજર કરતા કોઈ દેખાયું નહીં એટલે લાગ્યું કે ભગવાન મને આપઘાત ન કરવા કહે છે. આમ વિચારીને ઉદીયા મેઘાશાહ ઘેર પાછાં ફર્યા.
ઉદીયા મેઘાશાહ ને સ્વપ્નમાં અધિષ્ઠાયક દેવે કહ્યું કે આપઘાત કરીશ નહીં
રાત્રે તેમને એક સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં અધિષ્ઠાયક દેવે એવું કહ્યું કે આપઘાત કરીશ નહીં, હિંમત રાખ. સૌ સારાવાના થશે. સવારે ઊઠીને અમુક વેપારીને ત્યાં જજે જેની પાસેથી તને 200 કોરી મળશે. 100 કોરી લેણદારને આપીને દેવું ચૂકવજે અને બાકીની 100 કોરી લઈને ગોધરા જજે.
સૌરાષ્ટ્રનાં જામનગરના છીકારી ગામથી આવેલા દેવરાજ વણિક તને ગામનાં પાદરે મળશે, તેની સાથેના બળદના પોઠિયા ઉપર શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા હશે, તે તું 100 કોરી આપીને લઈ લેજે અને તારે ગામ લઈ આવજે. સામે દેવરાજ વણિકને પણ એવું જ સ્વપ્ન આવ્યું.
ઉદીયા મેઘાશાહે આદેશ પ્રમાણે કર્યું અને પ્રતિમાજી સુથરી ગામે લઈ આવ્યા.
પ્રતિમાજીના ચમત્કારથી ઘી ખૂટ્યું નહીં અને ઘી (ઘૃત)નો કુડલો ભરાયેલો જ રહ્યો
આ પ્રતિમાજીનો મહિમા વિસ્તરતાં ત્યાં વિ. સં. ૧૭૨૧માં કાષ્ઠચૈત્ય (લાકડાંનું મંદિર) નિર્માણ કરાવીને શ્રી સંઘે પ્રતિમાજીને તેમાં સ્થાપી હતી. પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ગામેગામના જૈન સંઘો મોટી સંખ્યામાં સુથરી ગામે પધાર્યા હતા. ધારણા કરતા માણસો વધી જતાં જમણ વખતે ઘૃત એટલે કે ઘી ખૂટી જશે એવી ભીતિ હતી, પરંતુ સૌ જમી રહ્યા છતાં પણ આ પ્રતિમાજીના ચમત્કારથી ઘી ખૂટ્યું નહીં અને ઘી (ઘૃત)નો કુડલો ભરાયેલો જ રહ્યો. એટલું જ નહીં પણ તેમાં પ્રતિમાના દર્શન થયા તેથી સૌ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ પ્રસંગ પછી શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીનું ‘ઘૃતકલ્લોલ’ એવું નામ પ્રસિદ્ધ થયું.
Related Link :https://jainstory9.com/bhadreshwar-jain-tirth/
જો તમારે કચ્છનાં ગ્રામ્ય જીવનનું દર્શન કરવું હોય અને શાંતિથી ભગવાનની સેવા-પૂજા ભક્તિ કરવી હોય તો તમારે સુથરી ગામે જિનાલયના દર્શને અવશ્ય જવું જોઈએ. અહીંથી સાંઘાણ, કોઠારા, જખૌ, નલિયા, તેરા વગેરે જૈનતીર્થોની પંચતીર્થી કરી શકાય છે.
સામાજિક કે ધાર્મિક પ્રસંગો નાના ગામમાં જિનમંદિરોના સાંનિધ્યમાં ઉજવવા અપીલ
જે લોકો પૈસેટકે સુખી છે તેમણે પરિવારમાં આવતા કેટલાક સામાજિક કે ધાર્મિક પ્રસંગો આવા નાના ગામડાઓમાં જિનમંદિરોના સાંનિધ્યમાં ઉજવવા જોઈએ; જેથી નવી પેઢી તથા સગા-વહાલાઓને થોડા દિવસ ગામમાં રહેવા મળશે, ત્યાંનું જીવન જોવા-જાણવા ને માણવા મળશે તેમજ સાચી શાંતિનો અનુભવ થશે. વિલેજ રિસોર્ટ જેવું લાગશે. અલબત્ત, શહેર કરતાં ઓછાં ખર્ચે યાદગાર પ્રસંગ ઉજવાશે અને બધાને ખુબ મજા પણ આવશે. વળી તમારું જોઈને બીજા અનુકરણ અને અનુમોદના પણ કરશે. તો વિચારજો અને આ વિશે કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂર લખવા વિનંતી.
Shri Ghritakallol Parshwanath, Suthri, Kutch Jain Derasar Contact number : 02831 284223/284226
Unbelievable,Adbhut,parmAtmA na
Darshan,Ane jinalay ni Shobha jovano lahavo,etle,jindji ni
Satharthaka.
Dhanya chhe AAP ne,apna parivarne.
vasanshah@gmail.com.
Hyderabad-500027
jay Jinendra, aapno khub khub aabhar.