72 Jinalaya Jain Temple Kutch : ૭૨ જિનાલય જૈન તીર્થ

0
872
72 Jinalaya Jain Temple Mandvi Kutch
72 Jinalaya Jain Temple Mandvi Kutch

૮૫ એકર વિસ્તારમાં પથરાયેલું તીર્થ ૭૨ જિનાલય

કચ્છની પવિત્ર ભૂમિ પર ભદ્રેશ્વર પછી 72 Jinalaya Jain Temple Kutch, ૭૨ જિનાલય જૈન તીર્થ સૌથી જાણીતું તીર્થ છે. ભાતીગળ ભોમકા કચ્છને કુદરતે રણ, ટેકરીઓ, ડુંગરો, સમુદ્ર, ખાણ, ખેતીવાડી બધુંજ આપીને તેની કલા અને સંસ્કૃતિને શણગારી છે. એમાંય  કુદરતના આ વૈભવ ની વચ્ચે ૮૫ એકર વિસ્તારમાં પથરાયેલું તીર્થ અને અષ્ટકોણ આકારનું  90000 સ્ક્વેર ફૂટના વિસ્તારમાં સંપૂર્ણ સંગેમરમર પાટણથી નિર્માણ થયેલું અને 111 ફૂટ ઊંચું શિખર ધરાવતું જિનાલય એટલે 72 જિનાલય..

આ તીર્થયાત્રાના પ્રણેતા રાષ્ટ્રસંત અચલગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ગુણ સાગર સૂરીશ્વરજી મહારાજા હતા.

72 જિનાલય YouTube Video 

72 જિનાલય મહાતીર્થની ખનનવિધિ તા. 5 ડિસેમ્બર 1982 ને રવિવારના રોજ કરવામાં આવી હતી. ખનનવિધિ બાદ 5 વર્ષ અને 5 મહિના પછી 1987માં 1લી મેના રોજ દેશના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી જ્ઞાની ઝૈલસિંઘ દ્વારા આ યાત્રાધામનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

તારીખ 24 એપ્રિલ 1996 ના શુભ દિવસે 72 જિનાલય મહાતીર્થમાં ભવ્ય અંજન શલાકા અને પ્રતિષ્ઠા મહોત્સવમાં અચલગચ્છાધિપતિ તપસ્વીરત્ન પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ગુણોદયસાગર સુરીશ્વરજી મહારાજ સાહેબ અને સાહિત્ય દિવાકર પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી કલાપ્રભસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ તેમજ મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

72 Jinalaya Kutch
72 Jinalaya

યાત્રાધામના સંચાલન માટે બે ટ્રસ્ટ

આ યાત્રાધામના સંચાલન માટે, સારી વ્યવસ્થા માટે બે ટ્રસ્ટની રચના કરવામાં આવી છે. તેમાંથી એક શ્રી આર્ય કલ્યાણ જૈન ચેરીટેબલ ટ્રસ્ટ અને બીજું શ્રી યશોધન વર્ધમાન બહુંતર જિનાલય ટ્રસ્ટ છે.

શ્રી આર્ય કલ્યાણ જૈન ચેરીટેબલ ટ્રસ્ટ ગેસ્ટ હાઉસ, ડાઇનિંગ હોલ, ભાટા ઘર, પીવાનું પાણી, પીવાનું પાણી અને ઉપાશ્રય વગેરેની પ્રવૃત્તિઓ ચલાવે છે. જ્યારે ધાર્મિક ખાતાઓ શ્રી યશોધન વર્ધમાન બહુંતેર જિનાલય ટ્રસ્ટ, મંદિર અને દેવદ્રવ્ય વગેરે દ્વારા ચલાવવામાં આવે છે.

72 Jinalaya Kutch
72 Jinalaya Kutch

અહીં મુખ્ય જિનાલયની નજીકના પરિસરમાં 66 દેવકુલિકા અને 4 મધ્યમ જિનાલય છે. મુખ્ય મંદિરના રંગ મંડપમાં અને શૃંગાર મંડપ તથા શૃંગાર ચોકીના સ્તંભો પર આરસના બારીક કોતરેલા તોરણ રાણકપુર અને આબુના જૈન મંદિરોની યાદ અપાવે છે. અહીંના સ્તંભોને સોના અને ચાંદીનો ઉપયોગ કરીને સુંદર રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મુખ્ય જિનાલયના દરવાજા પણ ચાંદીના બનેલા છે અને તેના પર સુંદર ડિઝાઇન બનાવવામાં આવી છે.

111 ફૂટ ઊંચું શિખર : 90000 સ્ક્વેર ફૂટમાં જિનાલય 

અહીંના મુખ્ય મંદિરમાં શ્રી આદિનાથ પ્રભુની 73 ઇંચની દિવ્ય પ્રતિમા બિરાજમાન છે. આ વિશાળ તીર્થમાં અનગત ચૌબીસી, વર્તમાન ચૌબીસી અને ભૂતકાળની ચૌબીસી, વીસ વિહારમાન જિન ચાર શાશ્વત જિન કેવલી ગાંધાર શ્રી પુંડરિક સ્વામી વગેરે ગણધર ભગવંતો બિરાજમાન છે. આ ભવ્ય મંદિરમાં અષ્ટપદની પણ રચના કરવામાં આવી છે.

અહીં ગોળાકાર મંદિરોના ગર્ભગૃહની બહાર દેશના વિવિધ જૈન તીર્થસ્થાનોની તસવીરો સાથે ટૂંકા ઈતિહાસનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મુખ્ય મંદિરના પાંચ પ્રવેશદ્વાર પર તીર્થધિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થ, શ્રી અષ્ટાપદજી ગિરનાર તીર્થ, સમેદ શિખરજી તીર્થ, આબુ તીર્થ અને પંચકલ્યાણકની કાચની પ્લેટો મંદિરને શણગારે છે.

Guru Mandir 72 Jinalaya
Guru Mandir 72 Jinalaya

72 જિનાલયના દક્ષિણ-પૂર્વ ખૂણામાં, આ તીર્થના સ્વપ્નદ્રષ્ટા સમ્રાટ અચલગચ્છાધિપતિ પૂ. આચાર્ય ભગવંત શ્રી ગુણ સાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબના પાર્થિવ દેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. તે સ્થળે ગુરુ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.

અહીંની ખાસ વિશિષ્ટતા એ છે કે દરરોજ રાત્રે જીનાલયના રંગમંડપમાં સંગીતમય ભાવના થાય છે. એ વખતે દેરાસરને અંદર અને બહાર લાઇટિંગથી સુશોભિત કરાય છે. 72 જિનાલય તીર્થના પરિસરમાં સુંદર બાગ બગીચા, ઘટાદાર વૃક્ષોની છાયા તન મનને શાંતિ આપે છે.

72 Jinalaya
Dharmshala 72 Jinalaya

અહીંયા રહેવા માટે સુઘડ અતિથિગૃહો તેમજ  જમવા માટે ભોજનાલય અને યાત્રિક ભાતા ખાતાની સુંદર અને  સ્વચ્છ વ્યવસ્થા છે.

યાત્રિકો 72 જિનાલય થી નાની અને મોટી પંચતીર્થી યાત્રા કરી શકે છે. નાની પંચતીર્થી માં 72 જિનાલય થી બીદડા ત્યાંથી નાની ખાખર ત્યાંથી મોટી ખાખર ત્યાંથી ભુજપુર એ પછી વાંકી અને ત્યાંથી ભદ્રેશ્વર એ રીતે યાત્રા થઈ શકે છે.

72 Jinalaya Kutch
72 Jinalaya Kutch

નાની અને મોટી પંચતીર્થી ની વિગતવાર માહિતી કિલોમીટર અને ટેલીફોન નંબર સાથે અહીંયા નીચે પ્રમાણે છે.

નાની પંચતીર્થી
તીર્થ ૧  તીર્થ ૨  અંતર  ફોન નંબર 
72 જિનાલય થી બિદડા 6 કિલોમીટર 02384 244230
બિદડા નાની ખાખર 5 કિલોમીટર 02834 244181
નાની ખાખર મોટી ખાખર 3 કિલોમીટર 02838 275496
મોટી ખાખર ભુજપુર 10 કિલોમીટર 02838 240023
ભુજપુર વાંકી 15 કિલોમીટર 02838 278240
વાંકી ભદ્રેશ્વર 30 કિલોમીટર 02838 282361-62
મોટી પંચતીર્થી
શિવમસ્તું  02834 277777
દેઢિયા  9879614744
સાંધાણ  02831 283243
સુથરી  02831 284223/255
કોઠારા  02831 282235/120
જખૌ  02831 287224
નલિયા  02831 222327 /337
તેરા  02831 289223
ગુજરાતનાં મુખ્ય શહેરોથી 72 જિનાલયનું અંતર 
72 જિનાલય થી પાલીતાણા  445 કિલોમીટર
72 જિનાલય થી શંખેશ્વર  350 કિલોમીટર
72 જિનાલય થી અમદાવાદ  410 કિલોમીટર
72 જિનાલય થી જામનગર  350 કિલોમીટર
72 જિનાલય થી ભાવનગર  480 કિલોમીટર
72 જિનાલય થી રાજકોટ  300 કિલોમીટર
72 જિનાલય થી ગાંધીધામ  90 કિલોમીટર
72 જિનાલય થી ભદ્રેશ્વર  65 કિલોમીટર
72 જિનાલય થી મુંદ્રા  45 કિલોમીટર
72 જિનાલય થી વાંકી  51 કિલોમીટર
72 જિનાલય થી ભુજ  50 કિલોમીટર
72 જિનાલય થી નારાયણ સરોવર  160 કિલોમીટર
72 જિનાલય થી માતાના મઢ  120 કિલોમીટર
72 જિનાલય થી જુનાગઢ  400 કિલોમીટર
72 જિનાલય થી માંડવી  9 કિલોમીટર

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here