ગુજરાતમાં દ્રવિડ શૈલીનું જૈન મંદિર ‘શ્રી તારંગા વિહાર ધામ’ ચુલી

0
688
Shree Taranga Dham Chuli Jain Tirth

જો તમે કચ્છ તરફ જતા હાઈવે પરથી પસાર થઇ રહ્યા હો તો ધાંગધ્રા અને હળવદ ની વચ્ચે ચુલી ગામે દૂરથી જ એક ભવ્ય મંદિર તમારું ધ્યાન આકર્ષિત કરશે. આ જૈન મંદિર તરફ ના આકર્ષણનું મુખ્ય કારણ તેનું દ્રવિડ શૈલીનું બાંધકામ છે. ગુજરાતમાં દ્રવિડ શૈલીનું જૈન મંદિર ‘શ્રી તારંગા વિહાર ધામ’ ચુલી Chuli Jain Tirth છે. 

કહેવાય છે કે ધ્રાંગધ્રા અને હળવદ વચ્ચે 30 કિમી સુધીના માર્ગ પર  જૈન સાધુ સાધ્વીજી માટે કોઈ વિહારધામની સુવિધા ન હતી. અને તે વિસ્તારમાં ક્યાંય જૈનોના ઘરો પણ ન હતા. આથી સાધુ સાધ્વીજી ભગવંતો માટે ઉકાળેલું પાણી તથા ગોચરી મળતી ન હતી. આવી અગવડતાના કારણે ચુલી ગામની આસપાસ હાઈવે પર એક વિહાર ધામ હોવું જોઈએ; એવો વિચાર આચાર્ય ભગવંત શ્રી વિજય તીર્થભદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબે વ્યક્ત કર્યો હતો. 

એ પછી ઇ. સ. 2009 માં, તેમની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ, ચુલી ગામે હાઇવે પર એક જૈન મંદિરનું નિર્માણ, સાધ્વી ભગવંતો માટે બે ઉપાશ્રય તેમજ એક ભક્તિ ગૃહ શરૂ થયું હતું.

વિહારધામ એક તીર્થસ્થાન બની ગયું

Shree Taranga Dham Chuli Jain Tirth
Shree Taranga Dham Chuli Jain Tirth

આટલા સુંદર, ભવ્ય જિનાલયનું નિર્માણ એ એક ઉત્તમ વિચાર અને નાનકડા પ્રયાસનું પરિણામ છે. આ જિનાલયના નિર્માણની તવારીખ જાણવા માટે મેં શ્રી તારંગા વિહાર ધામ જૈન તીર્થના ટ્રસ્ટી હસમુખ ભાઈનો સંપર્ક કર્યો. તેમણે મને કહ્યું કે

શરુઆતમાં તો અહીંયા માત્ર વિહાર ધામ બનાવવાનો જ વિચાર હતો અને એ માટે અમે અહીં માત્ર 2 વીઘા જમીન ખરીદી હતી; પરંતુ દાદાની ઈચ્છા કઈક જુદી હશે એટલે આટલું ભવ્ય જિનાલય નિર્માણ થયું. 

વિશેષમાં હસમુખભાઇ ઉમેરે છે કે

“અહીં વિહારધામ એક તીર્થસ્થાન બની ગયું, જેની અમે કલ્પના પણ કરી ન હતી. પાછળથી જમીન ઓછી પડતાં અમે ધર્મશાળા અને ભોજનશાળા વગેરે બનાવવા માટે બીજી જમીન પણ ખરીદી”.

Shree Taranga Dham Chuli Jain Tirth

કચ્છ તરફ જતા ધ્રાંગધ્રા અને હળવદ વચ્ચેના ચુલી ગામ પાસે હાઈવે પર આશરે 16 વીઘા જમીનના વિશાળ વિસ્તારમાં પથરાયેલું શ્રી તારંગા વિહાર તીર્થ ધામ તેની ખૂબ જ મોહક, આકર્ષક ઝીણવટભરી કોતરણી હસ્તકલા અને સ્થાપત્ય માટે પ્રખ્યાત છે.

પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજય તીર્થભદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ચુલી ગામ પાસેના આ જૈન મંદિરની સાથે સાધુ સાધ્વી ભગવંતો માટે બે ઉપાશ્રય તથા એક ભક્તિ ગૃહનું નિર્માણ કરવામાં આવ્યું છે.

Jain Sadhu

દ્રવિડ શૈલીનું જૈન મંદિર Chuli Jain Tirth

શ્રી તારંગા વિહાર ધામ જૈન તીર્થ ના મંદિરની વિશેષતા એ છે કે મોટેભાગે ગુજરાતમાં જે  દેવ મંદિરો હોય છે તે નાગર શૈલીમાં બાંધવામાં આવ્યા હોય છે, જ્યારે આચાર્ય ભગવંતના સૂચનથી અહીં દ્રવિડિયન શૈલીમાં મંદિર બનાવવામાં આવ્યું છે. 

Shree Taranga Dham Chuli Jain Tirth

મંદિર નિર્માણની ત્રણ મુખ્ય શૈલીઓ

દેવમંદિરોના નિર્માણની વાત કરીએ તો મંદિર નિર્માણની ત્રણ મુખ્ય શૈલીઓ છે – નાગર શૈલી, દ્રવિડ શૈલી અને બેસર શૈલી. ભારતીય હિંદુ સ્થાપત્યની ત્રણ શૈલીઓમાં નાગર તથા દ્રવિડિયન શૈલી અને આ બન્નેના મિશ્ર સ્વરૂપને વેસારા અથવા બેસર શૈલી તરીકે ઓળખવામાં આવે છે.

ભારતમાં, નાગર શૈલીના મંદિરો હિમાલયથી લઈને વિંધ્ય પર્વતમાળાઓ સુધી જોઈ શકાય છે. ઉત્તર ભારતમાં નર્મદા નદીના ઉત્તરીય પ્રદેશ સુધી આ શૈલી જોવા મળે છે. ઓરિસ્સા, બુંદેલખંડ, ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનમાં આ શૈલી મુખ્ય રીતે જોવા મળે છે. આમ જોઈએ તો મંદિરોના સ્થાપત્યનો વિકાસ ગુપ્તકાળથી શરૂ થયો હતો.

Shree Taranga Dham Chuli Jain Tirth
Shree Taranga Dham Chuli Jain Tirth

લગભગ 2 વીઘા જમીન પર બનેલ, આ પવિત્ર જિનાલયના મુળનાયક ભગવાન શ્રી અમીઝરા અજિતનાથજી છે. સફેદ રંગમાં, પદ્માસન અને પ્રસન્ન મુદ્રામાં, લગભગ 350 વર્ષ જૂની 31″ ઊંચાઈની આ પ્રતિમા અત્યંત મનમોહક છે. આ ચારમુખી પ્રતિમાજીઓ શ્રી આદિનાથ, પ્રભુ શ્રી મુનિસુવ્રત સ્વામી અને પ્રભુ શ્રી મહાવીર સ્વામીની છે. 

મુળનાયક શ્રી અમીઝરા અજિતનાથજી, ચૌમુખજી અને અષ્ટ લક્ષ્મીજીની મૂર્તિઓ

Shree Taranga Dham Chuli Jain Tirth

વર્ષ 2011માં પોષ સુદી પંચમીના દિવસે આ જિનાલયની સ્થાપના કરવામાં આવી હતી. દ્રવિડ શૈલીમાં બનેલા આ જિનાલયનું કામ 13 વર્ષથી ચાલી રહ્યું છે અને તેને પૂર્ણ થતાં થોડો વધુ સમય લાગશે.

જિનાલયના ગર્ભગૃહમાં શ્રી ગજલક્ષ્મી, શ્રી ધનલક્ષ્મી, શ્રી આદિલક્ષ્મી, શ્રી ધાન્ય લક્ષ્મી, શ્રી સંતાન લક્ષ્મી, શ્રી વીર લક્ષ્મી, શ્રી વિજય લક્ષ્મી અને શ્રી મહાલક્ષ્મી આમ અષ્ટ લક્ષ્મીજીની મૂર્તિઓ છે.

 જેસલમેર પથ્થરથી બનેલું, આ ભવ્ય મંદિર અંદર અને બહારની દિવાલો, તોરણો, શિખરો, સ્તંભો પરની તમામ કલાકૃતિઓ મંત્રમુગ્ધ કરે છે.

Saraswati Devi Shree Taranga Dham Chuli Jain Tirth

આ જૈન મંદિરની ડિઝાઈન અમદાવાદના સોમપુરા મુકેશભાઈએ તૈયાર કરી છે. પથ્થરની કોતરણી રાજસ્થાનના કારીગરો દ્વારા કરવામાં આવી છે અને નકશીનું કામ ઓરિસ્સાના કારીગરો દ્વારા કરવામાં આવ્યું છે.

DharmshalaShree Taranga Dham Chuli Jain Tirth

આ પવિત્ર અને સુંદર મંદિરમાં આરાધના ભવન, ગુરુ મંદિર સહિત સુંદર બગીચાની વચ્ચે બાળકો માટે રમતગમત અને મનોરંજનના સાધનો સાથે આધુનિક એસી અને નોન-એસી રહેવાની વ્યવસ્થા તથા ડાઇનિંગ હોલની સુંદર વ્યવસ્થા છે. તીર્થનો સ્ટાફ પણ નમ્ર, મદદગાર અને સરસ છે.

Jain Bhojan Shala Chuli

સંપર્ક નંબર: શ્રી હસમુખ ભાઈ 98252 31528

મહેન્દ્રભાઈ: 63532 32476

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here