Friday, November 22, 2024
Home श्री धर्मधाम जैन तीर्थ શ્રી ધર્મધામ નાગેશ્વર પાર્શ્વનાથ જૈન તીર્થની ભૂમિનો ઇતિહાસ (ભાગ 7)

શ્રી ધર્મધામ નાગેશ્વર પાર્શ્વનાથ જૈન તીર્થની ભૂમિનો ઇતિહાસ (ભાગ 7)

Shri Dharma Dham Tirth શ્રી ધર્મધામ નાગેશ્વર પાર્શ્વનાથ જૈન તીર્થની ભૂમિના ઇતિહાસના આ સાતમાં ભાગમાં આપણે પૂજ્ય ગુરુભગવંતોના વ્યાખ્યાન દરમિયાનની એક બોધકથાની વાત કરીએ. 

વાલકેશ્વરના શ્રી બાબુ અમીચંદ પન્નાલાલ જૈન દેરાસરની બાજુમાં ઉપાશ્રયમાં પ. પૂ. શ્રી રાજરત્ન સુરીશ્વરજી મહારાજ વ્યાખ્યાન આપી રહ્યા હતા. વાલકેશ્વર જૈન સંઘ સાથે અમે પણ એ વ્યાખ્યાન સાંભળી રહ્યા હતા. પૂજ્ય શ્રી રાજરત્ન સુરીશ્વરજીએ પાટ પરથી એક દ્રષ્ટાંત આપ્યું કે,

જો હું આ સહસ્ત્રદલ કમલ ભગવાનને અર્પણ કરીશ તો ભવોભવ સુધરી જશે 

“એક વખત એક નગરના તળાવમાં સુંદર મજાનું સહસ્ત્રદલ કમળ ખીલ્યું હતું. માળી રોજ વહેલી સવારમાં એ તળાવમાંથી કમળના ફૂલ ભેગા કરીને ગામમાં વેચતો હતો; પરંતુ આજે તેણે એ તળાવમાં આ સહસ્ત્રદલ કમલ જોયું અને બસ જોતો જ રહી ગયો. માળીએ તેની આખી જિંદગીમાં ક્યારેય આવું સુંદર કમળ જોયું ન હતું. તરત જ તેના મનમાં વિચાર આવ્યો કે આજે હું આ કમળ વેચીને ખૂબ પૈસા મેળવીશ.

Lotus flower

જોગાનુજોગ એ દિવસે વહેલી સવારે તળાવ પાસેથી પસાર થનારા બીજા કેટલાક લોકોએ પણ આ કમળ જોયું. આટલું સુંદર કમળનું ફૂલ જોનાર સૌ મનમાં વિચારતા હતા કે આજે માળીને ખૂબ ફાયદો થશે.

માળી કમળ ચુંટીને બજારમાં જવા નીકળ્યો; ત્યાં તો સહસ્ત્રદલ કમળની વાત વાયુવેગે નગરમાં પ્રસરી ગઇ હતી. આ વાત જ્યારે નગર શેઠે સાંભળી ત્યારે તેઓ ઉતાવળા પગલે કમળ ખરીદવા નીકળ્યા. નગરશેઠ માળીને સામા મળ્યા. નગરશેઠે માળીને કહ્યું :

“હું તને પાંચસો સોનામહોર આપું , તું આ કમળ મને આપી દે.”

પરંતુ માળીએ વિવેકપૂર્ણ રીતે નગરશેઠને બે હાથ જોડીને ઇન્કાર કર્યો અને આગળ ચાલ્યો. આગળ જતાં રસ્તામાં મહામંત્રીનો રથ સામે મળ્યો. મહામંત્રી પણ આ સહસ્ત્રદલ કમલ ખરીદવા માટે જ તળાવ તરફ આવી રહ્યા હતા. મહામંત્રીએ કહ્યું કે,

“તું આ કમલ મને આપી દે હું તને એના બદલામાં એક હજાર સોનામહોર આપું.”

માળીને મનમાં થયું કે મને આ કમળના હજી વધારે પૈસા મળશે તેથી તેણે મહામંત્રીને પણ વિનયપૂર્વક બે હાથ જોડીને ના પાડી અને ત્યાંથી આગળ વધ્યો.

માળીને મનમાં વિચાર આવે છે કે…

tree

આમ કરતાં કરતાં આ વાત રાજા સુધી પહોંચી ચૂકી હતી અને વહેલી સવારે રાજા રથમાં સવાર થઈને એ કમળ જોવા તથા ખરીદવા માટે તળાવ તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન માળીને મનમાં એવો વિચાર આવે છે કે,

“આ સહસ્ત્રદલ કમલ હું જેને વેચીશ એ તો ખુશ થઈને મને તેની ખૂબ સારી કિંમત એક વખત આપશે, પરંતુ જો હું આ કમલ ભગવાનને અર્પણ કરીશ તો પ્રભુ કેટલા ખુશ થશે! અને મારા તો ભવોભવ તરી જશે.”

water-lily-2

માળી મનમાં આવો વિચાર કરતો હતો એટલામાં રાજાજીની સવારી તેને સામે મળી. રાજાજીએ રથ ઊભો રખાવી માળીને બોલાવ્યો અને પૂછ્યું કે,

“માળી, મેં સાંભળ્યું છે કે આજે તને તળાવમાંથી એક સુંદર મજાનું શતદલ કમળ પ્રાપ્ત થયું છે?”

માળીએ વિનયપૂર્વક કહ્યું :

‘હા મહારાજ, આજે મને એક અલભ્ય કમળ પ્રાપ્ત થયું છે.’

રાજાએ કહ્યું કે આ કમલ જો તું મને આપી દે તો હું તને મોં માગી કિંમત આપવા તૈયાર છું.

માળીએ ખૂબ વિનયપૂર્વક બે હાથ જોડીને રાજાજીને કહ્યું કે : 

“મહારાજ હું આ કમળ ખૂબ સારી કિંમતે વેચવા માગતો હતો અને આપ મને મોં માંગી કિંમત પણ આપી રહ્યા છો એટલે મારે આપને આ કમળ આપવું જ જોઇએ; ઉપરાંત આપ રાજા છો તેથી પ્રથમ હક આપનો બને છે; પરંતુ હવે મેં આ કમળ વેચવાનો નિર્ણય માંડી વાળ્યો છે. હવે આ અમૂલ્ય કમળ હું ભગવાનના ચરણે ધરવા માગું છું.”

માળીએ શતદલ કમલ પ્રભુના ચરણોમાં અર્પણ કરી દીધું

રાજા પ્રસન્ન થયા અને બોલ્યા જેવી તારી ઈચ્છા. એ પછી માળી ઉતાવળા પગલે જિનાલય તરફ ઉપડ્યો. પ્રભુના નિર્વાણકાળ પછી નજીકના સમયનું એ દેરાસર હતુ. માળી સ્નાન વગેરે કરી પૂજા કરવાના વસ્ત્રો પહેરીને ભગવાન મહાવીર સ્વામીની મૂર્તિ સન્મુખ ગયો. ભાવથી પૂજા કરી અને પોતાને પ્રાપ્ત થયેલું સહસ્ત્રદલ (શતદલ) કમલ તેણે પ્રભુના ચરણોમાં અર્પણ કરી દીધું. 

ભગવાનના પ્રથમ પગલા Dharma Dham તીર્થની ભૂમિ ઉપર

વાલકેશ્વરમાં બધા પ્રતિમાજીના અંજન શલાકા મહોત્સવનો શુભ દિવસ નક્કી થઈ ગયો હતો. ભગવાન રાજસ્થાનથી ચાર ટેમ્પો અને એક ટ્રકમાં મુંબઈ તરફ આવવા રવાના થઈ ચૂક્યા હતા. તારીખ 31 જાન્યુઆરી 2009ના શુભ દિવસે ભગવાનના પહેલા પગલા આપણે આ ભૂમિ ઉપર કરાવવાના હતા.

મહારાજ સાહેબને વંદન કરી વાલકેશ્વરથી ઘરે પરત આવીને અમે ભગવાનના સ્વાગતની તૈયારીમાં લાગી ગયા. અમારા ઘરમાં ખૂબ ઉલ્લાસ છવાયો હતો. સૌથી વધારે ખુશી અમારા મમ્મીને હતી. ભગવાનના પ્રથમ પગલાં થાય તે દિવસે વાજતે ગાજતે ભવ્ય સામૈયું તથા જગ્યા પર અમારા તરફથી નવકારશી અને મહેમાનોનું સ્વાગત થાય તેવી તૈયારીઓ શરૂ કરી દીધી હતી. યાદ કરી કરીને તમામ સગા-સંબંધીઓને આ શુભ પ્રસંગે પધારવા ફોન દ્વારા આમંત્રણ આપ્યું હતું.

Dharma Dham તીર્થની ભૂમિ પર ઐતિહાસિક શુભ પ્રસંગ 

આ દરમિયાન મેં જ્યારે વાપી મારા ખાસ મિત્ર જયેશભાઈ અને તેમના મોટા ભાઈ ચંદ્રકાંતભાઈ શાહને આમંત્રણ આપવા માટે ફોન કર્યો ત્યારે ચંદ્રકાંતભાઈ એ મને કહ્યું કે, ‘અમે તે દિવસે નહીં આવી શકીએ કારણકે વાપી જૈન સંઘની ત્રણ બસ લઈને અમે શાહપુર તીર્થની યાત્રા કરવા જવાના છીએ.’ ત્યારે મેં ચંદ્રકાંતભાઈને ખૂબ આગ્રહ કર્યો કે ભલે તમે શાહપુર જઈ રહ્યા હો પરંતુ ત્રણેય બસને લઈને પહેલાં અમારી જગ્યા પર આ ઐતિહાસિક શુભ પ્રસંગે પગલાં કરો અને અમને નવકારશીનો લાભ આપો અને ત્યાંથી પછી શાહપુર જજો.

Sunrise

તેમણે સંઘને પૂછીને અમારા નિમંત્રણનો સ્વીકાર કર્યો. અમે પરિવાર સહિત એક દિવસ અગાઉ ફાર્મ હાઉસ પર પહોંચી ગયા હતા. સુરેશભાઈ ટ્રસ્ટીએ અમને અગાઉ કહ્યું હતું કે ભગવાનને લઈને આવતા ટ્રક અને ટેમ્પો આપણી જગ્યાથી આગળ નીકળી ન જવા જોઈએ કારણ કે એ પછી તેને પાછા ન લાવી શકાય. આ વાતને ધ્યાનમાં રાખીને અમે વહેલી સવારે દુર્વેસ ગામનો અમારો મટિરિયલ સપ્લાયર બાપુ પરદેશીને વહેલી સવારે ચાર વાગે આપણી જગ્યા થી ૭ કિલોમીટર આગળ જુના ધર્મધામ તરફ ટ્રક-ટેમ્પોને લેવા માટે મોકલ્યો હતો.

Jain Sangh

તે દિવસે વહેલી સવારે પાંચ વાગે લાઉડસ્પીકર પર નવકાર મંત્ર અને સ્તવનો પરિસરમાં ગુંજી રહ્યા હતા. અંતરમાં હરખ સમાતો ન હતો. અમારું પરિસર આજથી જ તીર્થમાં તબદીલ થઈ ગયું હતું. અમે તો ખોબો માગ્યો હતો અને પ્રભુ એ જાણે દરિયો દઈ દીધો.

Dharma Dham તીર્થની ભૂમિ પર ભગવાનનું વાજતે ગાજતે ભવ્ય સ્વાગત

Dharma Dham Tirth Bhumi

વહેલી સવારથી ખુબ જ સુંદર દૃશ્ય સર્જાયું હતું. તે દિવસે કલ્પનામાં નહિ પરંતુ ખરા અર્થમાં સોનેરી પ્રભાત હતું. બાપુ પરદેશી ભગવાનના ટ્રક-ટેમ્પોને કમ્પાઉન્ડના ગેટ પર લઈ આવ્યો હતો. હાજર સૌ સગા સંબંધીઓ સાથે અમે ભગવાનના વાહનોનું વાજતે ગાજતે સ્વાગત કરી જમીનની અંદર પ્રવેશ કરાવ્યો.

Jain Sangh

બાજુના મનોર ગામ માંથી જૈન સંઘ સવારથી સેવામાં ખડે પગે હાજર હતો. વાલકેશ્વરથી બધા આગેવાનો, ટ્રસ્ટીઓ આવી પહોંચ્યા હતા. થોડીવારમાં વાપીથી અમારા મિત્ર ચંદ્રકાંતભાઈ શાહ વાપી સકળસંઘની ત્રણ બસ સાથે આવી પહોંચ્યા. આ જમીન પર આટલી મોટી સંખ્યામાં લોકોની, એમાંય ખાસ કરીને જૈન સંઘની ઉપસ્થિતિનો આ પહેલો પ્રસંગ હતો.

Dharm Dham Tirth Bhumi

ખુબ સુંદર મજાનું ધાર્મિક વાતાવરણ રચાયું હતું. બાજુમાં બારેમાસ વહેતી પવિત્ર વૈતરણા નદીના કિનારે આ ભૂમિનો પ્રભાવ કેવો કે આજે અહીંયા ભગવાનના પગલા થતાની સાથે જ મુંબઈનો વાલકેશ્વર જૈન સંઘ, મનોર જૈન સંઘ, પાલધર જૈન સંઘ અને વાપી જૈન સંઘ ઉપસ્થિત હતો. અમે સ્વપ્નેય આવી કલ્પના કરી ન હતી. બધુ ભગવાનની કૃપાથી જાણે આપમેળે ગોઠવાઈ ગયું હતું.

ક્રમશઃ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

मुंबई-अहमदाबाद हाईवे पर सूरत के पास जैन तीर्थ

भूमि, लक्ष्मी और कृपा जैसे तीन नाम किसी कन्या के प्रतीक हो सकते हैं, लेकिन यहाँ पर यह तीनों शब्द मिलकर जिनशासन...

क्या हम अपनी ज्ञान धरोहर को बचा पाएंगे?

हस्तलिपि Manuscript विषय पर हम शायद अधिक जानकारी नहीं रखते और न ही हमारी इसमें कोई विशेष रुचि रही है। मगर जिस...

भाषा और लिपि: व्युत्पत्ति, विकास और सांस्कृतिक प्रभाव

मानव सभ्यता के विकास में संचार माध्यम का एक महत्वपूर्ण योगदान रहा है। मानव ने संवाद की आवश्यकता को पूरा करने के...

Brahmi Lipi ब्राह्मी लिपि का उद्भव और विकास

भारत की ऐतिहासिक धरोहरों में ब्राह्मी लिपि एक अनमोल रत्न के रूप में जानी जाती है। यह लिपि भारतीय सभ्यता के विकास...

Recent Comments