Wednesday, April 2, 2025
Home जैन इतिहास માઉન્ટ આબુ પર દેલવાડાના દેરા-જૈન મંદિરનો ઇતિહાસ

માઉન્ટ આબુ પર દેલવાડાના દેરા-જૈન મંદિરનો ઇતિહાસ

માઉન્ટ આબુ પર દેલવાડાના દેરા, દેલવાડાના જૈન મંદિરો વિશ્વ વિખ્યાત છે; પરંતુ શું આપ જાણો છો કે, આ જિનાલયો ઉદયપુર નજીક આવેલા દેલવાડા નામના એક નાનકડા ગામનાં જૈન મંદિરની ડિઝાઇન અને ડ્રોઈંગ પરથી બનાવ્યા છે?

શું આપ એ વાત પણ જાણો છો કે, ઓશો રજનીશે અને કિંગ જ્યોર્જ પાંચમો એ દેલવાડાના દેરા વિષે શું કહ્યું હતું? આ મંદિરોના નિર્માણમાં કેટલા વર્ષ લાગ્યા અને કેટલા કડિયા તથા મજૂરોએ આ કામ કર્યું હતું? તેમજ આ દેરાઓના નિર્માણ કાર્યમાં કેટલા રૂપિયાનો ખર્ચ થયો હતો? જી હા , આ બધા સવાલોના જવાબ માટે દેલવાડાના જૈન મંદિરોનો ઇતિહાસ આ લેખમાં પ્રસ્તુત છે. 

What is the importance of dilwara Temple?

“તાજમહાલ એક સાદી, સળંગ ઈમારત છે. તે દેલવાડાના મંદિરોની સરખામણીમાં કંઈ જ નથી.”

એવો સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત કરીને ઓશો રજનીશે, એક પ્રવચનમાં Dilwara Temples, માઉન્ટ આબુ પર દેલવાડાના દેરાના ભરપેટ વખાણ કર્યા હતા. વધુમાં રજનીશે કહ્યું હતું કે,

“દેલવાડાના મંદિરો હજારો કારીગરોની બારીક કલાનો સુંદર નમૂનો છે, અને માઉન્ટ આબુ ઉપરના આ મંદિરો દુનિયાના શ્રેષ્ઠ કલાત્મક મંદિરો છે. આ અપ્રતિમ જૈન દેરાઓ શ્વેત આરસપહાણ માંથી ઇંચે ઇંચ જગ્યામાં સરસ નકશી કરીને બનાવાયા છે”. 

“પ્રથમ વખત હું જ્યારે આ પ્રાચીન મહામૂલા જૈન મંદિરોના દર્શને ગયો ત્યારે તે એટલા બધા તાજા લાગતા હતા કે જાણે હમણાં જ તેનું કામ પૂરું થયું હોય.”

સાચે જ દેલવાડાના દેરાની ભવ્યતા, સુંદરતા અને નકશી ભલભલાને મંત્રમુગ્ધ કરી દે છે. એટલેજ અહીં આપણે માઉન્ટ આબુ ઉપરના દેલવાડાના દેરાની વાત તો કરીશું જ, પરંતુ આ લેખના અંતમાં આ દેરાઓને ડિઝાઇન કરવાની જ્યાંથી પ્રેરણા મળી હતી એવા, ઉદયપુર અને નાથદ્વારા વચ્ચે એકલિંગજી નજીક આવેલા દેલવાડા (મેવાડ) ગામના ભવ્ય જૈન મંદિરની પણ વાત કરીશું.

કિંગ જ્યોર્જ પાંચમાંની માઉન્ટ આબુ પર ‘દેલવાડાના દેરા’ની મુલાકાત

અંગ્રેજોના શાસન વખતે કિંગ જ્યોર્જ પાંચમો જ્યારે હિન્દુસ્તાનની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે પણ માઉન્ટ આબુ પરના દેલવાડાના મંદિરોની મુલાકાત લીધી હતી. તેઓ પણ આ દેરાઓ જોઈને ખૂબ પ્રભાવિત થયાં અને બોલ્યા હતાં કે,

“જો તમે દેલવાડાના મંદિરો નથી જોયા તો તમે ભારતમાં ઘણું બધું નથી જોયું. ભારતના તમને ત્યાં દર્શન થશે.”

વિમલવસહિ મંદિર નિર્માણમાં 14 વર્ષ લાગ્યા હતાં અને 1500 કડિયા તથા 1200 મજૂરોએ આ કામ કર્યું હતું આ દેરાસર ઈ. સ. 1031 માં પૂરું થયું હતું

અરવલ્લી ડુંગરમાળાનું એક ગીરીશૃંગ માઉન્ટ આબુ

Dilwara Jain Temple history in Gujarati

દેલવાડાના દેરાસરો જેના ઉપર કલગીની જેમ શોભાયમાન છે તે, અરવલ્લી ડુંગરમાળાનું એક ગીરીશૃંગ આબુ આશરે ૩૦ કિલોમીટર લાંબું અને 12 કિલોમીટર પહોળું ફેલાયેલું છે. આ પહાડનો નીચેથી ઘેરાવો દોઢસો કિલોમીટર છે. માઉન્ટ આબુના સૌથી ઊંચા ગુરુ શિખરની ઊંચાઈ 5653 ફૂટ છે.

સ્વતંત્રતા પહેલા આબુ પર્વત અંગ્રેજોના કબ્જામાં હતો. સન 1917 માં શિરોહીના મહારાવ કેસરીસિંહે આબુ પર્વતને કાયમ માટે અંગ્રેજોના હવાલે કરી દીધો હતો. બદલામાં અંગ્રેજો તરફથી તેમને વર્ષે ૨૭ હજાર રૂપિયા મળતા હતા. જોકે અંગ્રેજો ભારતમાંથી વિદાય થયા તેના ઘણા વખત પહેલાં આ સ્થાયી પટ્ટાને રદ્દ કરીને આબુ પર્વત તેમણે પાછો શિરોહી રાજ્યને સોંપી દીધો હતો.

વિદેશી આક્રમણખોરોથી માઉન્ટ આબુ પર ‘દેલવાડાના દેરા’ને બચાવવા બહારથી તેનો સાધારણ મંદિર જેવો દેખાવ

આમ તો આબુ પર્વત ઉપર જોવા માણવા જેવું ઘણું બધું છે પરંતુ તેના પરની કલગી કહી શકાય તેવા દેલવાડાના જિનાલયો ત્યાં મુખ્ય આકર્ષણ છે. અલબત્ત, વિદેશી આક્રમણખોરોથી મંદિરોને બચાવવા બહારથી તેનો દેખાવ સાધારણ ઘુંમટ ધરાવતા મંદિર જેવો રાખવામાં આવ્યો છે પરંતુ અંદર ભવ્યાતિભવ્ય જીનાલયો છે. આ મંદિરના વિશાળ પ્રાંગણમાં કુલ છ જૈન મંદિરો છે.

  1. વિમલવસહિ
  2. લુણવસહી
  3. શ્રી ઋષભદેવજી
  4. શ્રી પાર્શ્વનાથ
  5. શ્રી મહાવીર સ્વામી
  6. શ્રી કુંથુનાથ સ્વામી

આ બધા મંદિરોમાં વિમલવસહિ અને લુણવસહિ ખૂબ પ્રસિદ્ધ છે.

990 વર્ષ પહેલાં વિમલવસહિ મંદિરની જમીન રૂપિયા 4,53,60,000 કરતાં પણ વધારે કિંમતનું સોનું બિછાવીને લેવામાં આવી હતી.

Who built dilwara?

ગિરિરાજ આબુ પર આવેલા વિમલવસહિ મંદિરનું નિર્માણ કામ ઈ. સ. 1031 માં પૂરું થયું હતું. તે ગુજરાતના રાજા ભીમદેવના સેનાપતિ વિમલ શાહે 18 કરોડ 53 લાખના ખર્ચે કરાવ્યું હતું. તેના નિર્માણમાં 14 વર્ષ લાગ્યા હતાં અને 1500 કડિયા તથા 1200 મજૂરોએ આ કામ કર્યું હતું. વિમલવસહિ મંદિર શ્રી આદિનાથ મંદિર તરીકે પણ ઓળખાય છે.

આ મંદિરના મુખ્ય શિલ્પકાર ગુજરાતના વડનગરના સોમપુરા બ્રાહ્મણ કીર્તિધર હતા. આ દેરાઓ માટે વપરાયેલો આરસ પહાણ  આબુરોડ થી 22 કિલોમીટર દૂર અંબાજી પાસે આરાસુરની પહાડીઓમાંથી હાથીઓની પીઠ પર અહીં લાવવામાં આવ્યો હતો.

Related: विमल मंत्रिश्वर की अद्भुत यशोगाथा

 મંત્રીશ્વર વિમલ શાહ અનેક લડાઈઓ લડ્યા હતા અને તેમાં લાખો માણસો માર્યા ગયા હતા. આ જીવોના મૃત્યુથી વિમલ શાહ પોતાને પાપના ભાગીદાર સમજતા હતા.આના પ્રાયશ્ચિતરૂપે શ્રી ધર્મઘોષ સુરીશ્વરજી મહારાજની પ્રેરણાથી તેમણે આબુ પર્વત પર આ જૈન મંદિરોના નિર્માણની યોજના બનાવી હતી. 

માઉન્ટ આબુ પર ‘દેલવાડાના દેરા’ : મંદિર માટેની જમીન પર વિમલ શાહે સોનામહોરો બિછાવી દીધી

જોકે આ નિર્માણ કાર્ય માટે શરૂઆતમાં જ એક મુશ્કેલી ઊભી થઈ. મંદિર માટે જે જગ્યા પસંદ કરવામાં આવી હતી તે અહીંના બ્રાહ્મણોની જમીન હતી. બ્રાહ્મણોએ આ જગ્યા આપવાની મનાઇ કરી. આથી બ્રાહ્મણોને રાજી કરવા માટે 140 90 મીટર જમીન પર વિમલ શાહે સોનામહોરો બિછાવી દીધી હતી. કહેવાય છે કે આ સોનામહોરની કિંમત તે સમયે  4,53,60,000 (ચાર કરોડ ત્રેપન લાખ સાંઇઠ હજાર) રૂપિયા હતી.

જૈન તીર્થની પ્રાણ-પ્રતિષ્ઠા જૈનાચાર્ય શ્રી વર્ધમાન સૂરીશ્વરજી મહારાજ સાહેબના હાથે સંવત ૧૦૮૮ ઈસવીસન 1031 માં કરવામાં આવી હતી.

જિનાલયની અંદર ઉત્કૃષ્ટ નકશીકામ જોઈને એવું લાગે જાણે પત્થરોને વાચા હોય

લુણવસહિ જિનાલયનું નિર્માણ સન ૫૦૩ માં ગુજરાતના રાજા વીર ધવલના મંત્રીઓ વસ્તુપાલ અને તેજપાલે કરાવ્યું હતું. ગુજરાતના શ્રેષ્ઠ શિલ્પકાર શોભન દેવને આ કાર્યની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમણે 500 કડિયાઓની મદદથી સાત વર્ષમાં આ મંદિરનું કામ પૂરું કર્યું હતું. લુણવસહીના નિર્માણમાં 12 કરોડ 52 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો.

આ બંન્ને મંદિરોના દરવાજાઓ, ભીંતો, મંડપો, થાંભલાઓ, તોરણો અને છતનાં ગુંબજો ઉપર શ્રેષ્ઠ શિલ્પીઓએ  ટાંકણા, છીણી હથોડીની મદદથી  સફેદ આરસ પહાણને કોતરીને બનાવેલા ફુલ-પાંદડીઓ, ઝાડ વેલ, બુટ્ટા વગેરે તેમજ હાથી, ઘોડા, વાઘ, માછલી, પક્ષી, નર-નારી, સાધુ-સાધ્વી અપ્સરાઓ તથા દેવી-દેવતાઓ સહિત જુદા જુદા પ્રકારના દ્રશ્યોને મૂર્ત રૂપ આપ્યું હતું.

દેલવાડા ગામના દેરાસરની પ્રતિકૃતિ રૂપ જિનાલયો માઉન્ટ આબુ પર બાંધવાના કારણે એ ‘દેલવાડાના દેરા’ તરીકે  જગમશહૂર થયા.

વિમલવસહિ અને રંગમંડપની વચ્ચે  નીચેના ગુંબજમાં  એક જગ્યાએ છતની અંદર સુંદર આકૃતિ વાળા જુમ્મર નીચે ભરતેશ્વર અને બાહુબલી જેવા શૂરવીર ભાઈઓના દ્વંદ યુદ્ધના દ્રશ્યમાં એક તરફ તક્ષશિલા અને બીજી તરફ અયોધ્યા નગરીના દર્શન થાય છે.

આ મંદિરના વિશાળ સભામંડપની છતમાં વચ્ચે કળામય લોલકની આસપાસ વિદ્યાદેવીઓ અખંડ ભક્તિરસની જમાવટ કરતી જાણે અનુપમ ગીત  માધુર્ય રેલાવી રહી હોય તેવું દ્રશ્ય છે. વિમલવસહિના પ્રવેશ દ્વારના પહેલા ગુંબજમાં કોતરણીથી ઉપસાવેલા અણીશુદ્ધ ઝુમ્મરની આસપાસ પહેલી હરોળમાં  શ્રાવકોની પર્ષદામાં ઉપદેશધારા વહાવતા ગુરુ મહારાજના દર્શન થાય છે. અને બીજી હરોળમાં  ‘હંસથર’ (હંસ પક્ષીઓ) ની વિવિધ  ક્રીડામયી  પંક્તિ શિલ્પીય આકાર પામી છે.

પ્રવેશદ્વારના બીજા ગુંબજના પાટડા ઉપર નીચેના ભાગે મસ્ત હાથીઓની  વિવિધ ક્રીડા આલેખન છે. આવા બધા તો અનેક દ્રશ્યો અને પ્રસંગો અહીંયા પથ્થર પર ઉતારેલા છે.

Dilwara Jain Temple history in Gujarati
Dilwara Temples Mount Abu

પથ્થરોને બોલતા કરવાનું આ કઠિન કામ કરનારા કારીગરોની કલા, સુઝ, દ્રષ્ટિ અને ભાવ કેટલા ઉત્તમકોટિના હશે એવો વિચાર સહેજે થઈ આવે.

આ બધા દેરા ઓનું નિર્માણકાર્ય જયારે ચાલુ હતું ત્યારે વસ્તુપાલના ધર્મપત્ની લલિતાદેવી અને તેજપાલના ધર્મપત્ની અનુપમાદેવી કારીગરોની સુવિધાની પૂરતી કાળજી રાખતા હતા. આ મંદિરના શિલ્પકારો તથા કારીગરોને ઉત્તમ પ્રકારનું પૌષ્ટિક ભોજન અને પુરતો આરામ મળી રહે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ રીતે તન મન ધનથી, ભક્તિભાવ પૂર્વક કરેલું કાર્ય તેના કર્તાને તો ઈતિહાસમાં અમર કરે છે સાથોસાથ કરોડો ભાવિકો એ બેનમૂન જીનાલયોના દર્શન વંદન કરીને ધન્ય બને છે.

માઉન્ટ આબુ પર આવેલા જૈન મંદિરોને ‘દેલવાડાના દેરા’ કેમ કહેવામાં આવે છે? 

દેલવાડા (મેવાડ) ગામનું જૈન દેરાસર, Dilwara Jain Temple history in Gujarati
Dilwara Temples

આપણે આ લેખની શરૂઆતમાં વાત કરી તેમ માઉન્ટ આબુથી 166 કિલોમીટર અને ઉદયપુરથી લગભગ 28 કિમી દૂર  નાથદ્વારા રોડ પર એકલિંગજી મંદિર નજીક દેલવાડા નામનું એક નાનકડું ગામ આવેલું છે. સેંકડો વર્ષો પૂર્વે અહીં એક મોટું નગર હતું. હાલમાં આ ગામમાં શ્વેતામ્બર જૈનોની વસ્તી નથી પરંતુ ગામની મધ્યમાં બહારથી સાધારણ દેખાતું અને ખંડેર જેવું લાગતું એક શ્વેતાંબર જૈન મંદિર વિદ્યમાન છે.

Delvada Temple
દેલવાડા (મેવાડ) ગામનાં જૈન દેરાસરમાં ચૌમુખજી

દેલવાડા ગામનાં જૈન મંદિરની ડિઝાઇન અને ડ્રોઈંગ પરથી બનાવ્યા માઉન્ટ આબુ પરના મંદિરો 

નાનકડા પ્રવેશ દ્વારમાં થઈને આ મંદિરની અંદર જઈએ એટલે આપણી આંખો પહોળી થઈ જાય તેવું ભવ્ય નકશીદાર જૈન સ્થાપત્ય નજરે પડે છે. આ સુંદર મજાનું દેરાસર જોઈને માઉન્ટ આબુ પરના દેલવાડાના દેરાની યાદ આવી જાય પરંતુ હકીકત એવી છે કે આ મંદિરની ડિઝાઇન અને ડ્રોઈંગ પરથી માઉન્ટ આબુ પરના દેલવાડાના જૈન મંદિરો બનાવવામાં આવ્યા છે.

કહેવાય છે કે વિમલ શાહ જ્યારે જ્યારે પણ આ માર્ગ પરથી પસાર થતાં ત્યારે તેઓ આ મંદિરના દર્શને અચૂક આવતા હતા તેમને આ મંદિરની નકશી અને ડિઝાઇન ખુબ પસંદ હતી. આથી જ્યારે આબુ પર્વત પર તેમણે દેરાસર બાંધવાનું નક્કી કર્યું ત્યારે પહેલા તેમણે આ દેલવાડા (મેવાડ)ના શાસકને વિનંતી કરીને તેમની પાસેથી મંદિરના નકશા અને ડિઝાઇન મેળવી હતી. તેને આધારે તેમણે આબુ પર વિમલવસહિનું નિર્માણ કર્યું હતું.

વિમલ શાહ પછી વસ્તુપાલ અને તેજપાલે પણ દેલવાડા (મેવાડ) ખાતેના દેરાસરની ડિઝાઇન અને આર્કિટેક્ચરમાં સમાન મંદિરો બાંધવાનું નક્કી કર્યું હતું. આમ દેલવાડા ગામના દેરાસરની પ્રતિકૃતિ રૂપ જિનાલયો માઉન્ટ આબુ પર બાંધવાના કારણે એ દેલવાડાના દેરા તરીકે  જગમશહૂર થયા. અલબત્ત, તેની શિલ્પબદ્ધ આરસપહાણની ભવ્યતા, છત, ગુંબજ, આધારસ્તંભ અને મંદિરની કમાનોની ઉત્કૃષ્ટ કોતરણી દેલવાડા (મેવાડ)ના મૂળ કરતાં ઘણી ઉત્તમ છે.

દેલવાડા ગામના દેરાસરના દર્શનનો મારો અનુભવ 

Delvada Jain Temple
દેલવાડા (મેવાડ) ગામનાં જૈન દેરાસરમાં ખાલી ગોખલા

આજથી ૨૪ વર્ષ પહેલાં હું જ્યારે આ દેલવાડા ગામના  દેરાસરમાં દર્શને ગયો હતો ત્યારે સાફ-સફાઈ વગરના આ ભવ્ય દેરાસરમાં દુર્લભ, મનમોહક પ્રાચીન મૂર્તિઓ હતી. જોકે, એમાંની મોટાભાગની પ્રતિમાજી અપૂજ રહેતી હોય તેવું લાગ્યું હતું.

જિનાલયની બાજુમાં એક પૂજારીજી રહેતા હતા. તેમણે આવીને મને  દેરાસર ખોલી આપ્યું હતું.  સામાન્ય વાતચીતમાં જાણવા મળ્યું કે એ પૂજારીનો પગાર મહિને અઢીસો રૂપિયા હતો.

Dilwara Temples or Delvada Temples Abu
દેલવાડા (મેવાડ) ગામનાં જૈન દેરાસરમાં ગુપ્ત ભોયરું

પૂર્વે જ્યાં ભગવાન બિરાજમાન હશે એવા અનેક ગોખલાઓ ત્યારે ખાલી પડ્યા હતા. મંદિરની ડાબી તરફ આવેલા મધ્યભાગમાં ચૌમુખજી  છે. તેમાં બિરાજમાન ચારેય મૂર્તિઓ અજોડ છે. જોકે ઘણા દુઃખ સાથે મેં જોયું કે બીજી કેટલીક મૂર્તિઓ જમીન પર પડી હતી.

આ મંદીરની જમણી બાજુએ એક ગુપ્ત ભોંયરું આવેલું છે. પહેલાના જમાનામાં જ્યારે મંદિરો પર આક્રમણ થતાં ત્યારે મૂર્તિઓને આ ગુપ્ત ભોયરામાં છુપાવી દેવામાં આવતી હશે. મેં જ્યારે આ ભોંયરું  ખોલીને જોયું તો તેમાં  ઉપરના ભાગે એક ખંડિત પ્રતિમા હતી. જોકે હાલમાં ત્યાં ખૂબ જ સુધારા-વધારા અને દેરાસરનો જીર્ણોદ્ધાર થયો છે.

શું આપ માઉન્ટ આબુ ઉપરના દેલવાડાના દેરાઓના દર્શન કરવા જય આવ્યા છો? શું આપ ઉદયપુર, નાથદ્વારા કે એકલિંગજી જાઓ ત્યારે રોડ પર આવેલા આ દેલવાડા ગામની મુલાકાત લઈને ત્યાં દેરાસરના દર્શન કરવા જવાની ભાવના રાખો છો? તો આપના અનુભવની વાત નીચે કોમેન્ટમાં જરૂર લખજો.

 

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

श्री चंद्रप्रभस्वामी जैन देरासर प्रभास पाटन

दोस्तों, प्रणाम! आज हम बात करेंगे श्री चंद्रप्रभस्वामी जैन देरासर, प्रभास पाटन की; इस तीर्थ के भव्य इतिहास की। श्री चंद्रप्रभासपाटन महातीर्थ: एक प्राचीन...

Taranga Tirth History तारंगा जैन तीर्थ

Taranga Tirth History: तारंगा तीर्थ गुजरात के मेहसाणा जिले में स्थित एक ऐतिहासिक और धार्मिक...

श्री शंखेश्वर पार्श्वनाथ भगवान की चमत्कारी प्रतिमा और झंड कुआं का ऐतिहासिक महत्व Zand Kuo

श्री शंखेश्वर पार्श्वनाथ भगवान की अद्भुत कथा श्री शंखेश्वर पार्श्वनाथ भगवान की प्रतिमा का...

मुंबई-अहमदाबाद हाईवे पर सूरत के पास जैन तीर्थ

भूमि, लक्ष्मी और कृपा जैसे तीन नाम किसी कन्या के प्रतीक हो सकते हैं, लेकिन यहाँ पर यह तीनों शब्द मिलकर जिनशासन...

Recent Comments