Friday, November 22, 2024
Home कच्छ जैन तीर्थ કચ્છના કોઠારા જૈન તીર્થ નો ઇતિહાસ

કચ્છના કોઠારા જૈન તીર્થ નો ઇતિહાસ

અહી આપણે ‘કચ્છના કોઠારા જૈન તીર્થ નો ઇતિહાસ’ Kothara Jain Tirth એ વિષે વાત કરીશું. આ ભવ્ય તીર્થના નિર્માણ પાછળ ગરીબી, સંઘર્ષ, હતાશા, સફળતા, વતનપ્રેમ, ધર્મપ્રેમ અને અમરકીર્તિ તેમજ પ્રેરણા આ બધી જ બાબતો સંકળાયેલી છે. માટે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો.

આજથી 193 વર્ષ પહેલાની આ વાત છે. દસ વર્ષનો એક નાનકડો બાળક કચ્છના કોઠારા નામના નાનકડા ગામમાં પોતાના ભેરુ –ભાઈબંધો ને છોડીને, માંડવી બંદરેથી વહાણમાં બેસીને, મામાની સાથે મુંબઈ કમાવા જાય છે. આ બાળકનું નામ હતું કેશવજી. તેના પિતા તો એ સાવ નાનો હતો ત્યારે જ ગુજરી ગયા હતા. માતાએ તેને મોસાળમાં ઉછેર્યો હતો.

કેશવજીના જીવનનો ટર્નિંગ પોઈન્ટ 

દુખિયારી માં નો આ એકનો એક દીકરો કેશવજી મુંબઇ જઈને ભણવાનની સાથે નોકરી પણ કરતો જાય છે. હવે, એ તરુણાવસ્થામાં પ્રવેશ્યો હતો.

આપણે સૌ જાણીએ છીએ એમ ટીનએજર ની દુનિયા અને તેના સપના કઈક જુદા જ હોય છે. સમય જતાં કેશવજીના જીવનમાં એક એવી ઘટના બની કે તે નિરાશા, હતાશા ને ગુસ્સામાં દરિયામાં પડીને આપઘાત કરવા પહોંચી જાય છે.

kitlv-87166-william-johnson-accountants-in-bombay-british-india-before-1860-5f3431
kitlv-87166-william-johnson-accountants-in-bombay-british-india-before-1860-

વાત જાણે એમ હતી કે, કેશવજી મુંબઇમાં તેના મામાના દીકરા સાથે રોજ નિશાળે જતો હતો. અને ત્યાંથી આવીને મામાની પેઢીમાં નોકરી કરતો હતો. એક દિવસ તેના મામાનો દીકરો એક સુંદર મજાનું જરી ભરેલું પહેરણ પહેરીને નિશાળે આવ્યો. કેશવજીને એ પહેરણ ખૂબ ગમી ગયું. તેણે ઘરે જઈને માતા પાસે એવું પહેરણ (શર્ટ) લેવાની જીદ કરી.

જીદ પૂરી ન થતાં કેશવજી ઉદાસ રહેવા લાગ્યો. એમાં એક દિવસ મામાની પેઢીમાં કામ કરતાં તેનાથી કઈક ભૂલ થઈ અને મામાએ ખૂબ ઠપકો આપ્યો. મામાના ઠપકા એ આગમાં ઘી નું કામ કર્યું. કેશવજી એ ગુસ્સામાં મામાની પેઢીના હિસાબ કિતાબના એક ચોપડા પર શાહીનો ખડિયો જ ઊંધો વાળી દીધો.

એ પછી હવે જીવવું જ નથી એવી મનમાં ગાંઠ વાળીને તે મુંબઈના દરિયા ભણી ઉપડ્યો. સમુદ્ર તટ પર કેશવજી જ્યારે પહોંચ્યો ત્યારે એ સમયે દરિયામાં ઓટ હતી. ભરતી આવવાની રાહ જોતો અને વિચારોમાં ડૂબેલો કેશવજી દરિયાની રેતીમાં ક્યારે ઊંઘી ગયો તેની તેને ખબર જ ન પડી.

કેશવજીના જીવનની સોનેરી સવાર : કેશવજીનો ભાગ્યોદય 

saint-andrews-lagoon-g5b7de08ac_1280

એ જાગ્યો ત્યારે વહેલી સવાર થઈ ગઈ હતી. કેશવજીની સામે એક શેઠ ઊભા હતા. એમણે કેશવજીને થોડી પૂછપરછ કરી અને તેને પોતાની સાથે આવવા મનાવી લીધો. આ પ્રભાત જાણે કેશવજીના જીવનની સોનેરી સવાર હતી.

આ ભાટિયા શેઠને પણ કોઈ જ્યોતિષી એ કહેલું કે, તમને કોઈ અજાણ્યો વ્યક્તિ મળશે અને તેના નામે ભાગીદારીથી તમે સારું કમાશો. શેઠને કેશવજી પર વિશ્વાસ બેઠો.

ભાગ્ય જોગે કેશવજીને પણ એક તક સાંપડી. એ દિવસોમાં ખારેક ભરેલું એક જહાજ પોતાની સફર રદ થતાં મુંબઈના બંદરે લાંગર્યું હતું. એમાનો માલ હરાજી થી વેચવા મુકાયો. કેશવજી એ તે માલ ભાટિયા શેઠની નાણાકીય સહાયથી ખરીદી લીધો. એ પછી તેના વેચાણથી 8000 રૂપિયાનો નફો થયો.

ભાટિયા શેઠે કેશવજીને એ નફા માંથી અર્ધા 4000 રૂપિયા રોકડા આપ્યા. આમ કેશવજી હવે શેઠ કેશવજી નાયક તરીકે ઓળખાવા લાગ્યો.

જિનાલયના નિર્માણમાં મારો હિસ્સો સ્વીકારો નહિતર…

kitlv-87169-william-johnson-traders-presumably-at-bombay-british-india-before-b51fb6.jpeg
kitlv-87169-william-johnson-traders-presumably-at-bombay-british-india-before-b51fb6.jpeg

તકદીર પલટાય ત્યારે શું નથી થતું? જે મામાની પેઢીમાં કેશવજી નોકરી કરતો હતો તે જ મામા શિવજી નેણશી ની સાથે વખત જતાં તેણે ભાગીદારી પણ કરી હતી.

શેઠ શ્રી કેશવજી નાયક નો સુર્ય જ્યારે મધ્યાહ્ને તપતો હતો ત્યારે એક વખત તેને ખબર પડી કે મામા શિવજી નેણશી અને શેઠ વેલજી માલુ પોતાના વતન કોઠારા માં એક જિનાલય બંધાવવા જઈ રહ્યા છે. આ વાત જાણીને આ શુભ કાર્યમાં કેશવજી એ પોતાનો ત્રીજો હિસ્સો આપવાની તૈયારી દર્શાવી હતી. પરંતુ મામા શિવજી નેણશી એ આનાકાની કરતાં શેઠ કેશવજી નાયકે ચોખ્ખું કહી દીધું કે, “જો તમે જિનાલયના નિર્માણમાં મારો હિસ્સો નહીં સ્વીકારો તો હું એકલો નવું જિનાલય બંધાવીશ”.

કોઠારામાં ભવ્ય જિનાલયનું નિર્માણ

Kothara Tirth

શેઠ કેશવજી નાયકની આ વાતની ધારી અસર થઈ. એ પછી શેઠ શ્રી શિવજી નેણશી, શેઠ શ્રી વેલજી માલુ તથા શેઠ શ્રી કેશવજી નાયકે ભેગા મળીને કોઠારામાં ભવ્ય જિનાલયનું નિર્માણ કરાવ્યું હતું.

ભુજથી 80 કિ.મી. દૂર અને ગુજરાતનું સૌથી ઠંડું સ્થળ, નલિયા ગામથી 23 કિ.મી.ના અંતરે નાયરા નદીના કિનારે કોઠારા નામનું ગામ છે. આ ગામની મધ્યમાં 12 ભવ્ય શિખરોથી સુશોભિત આ સુંદર જિનાલય છે.

અગાઉ આપણે જાણ્યું તેમ આ જિનાલય 159 વર્ષ પહેલા કચ્છી દશા ઓસવાલ જૈન જ્ઞાતિના ત્રણ શ્રેષ્ઠીઓ દ્વારા બનાવવામાં આવ્યું હતું. તેમના નામ છે શ્રી વેલજી માલુ, શ્રી શિવજી નેણશી અને શ્રી કેશવજી નાયક. આ ત્રણેય શ્રેષ્ઠીઓનો મુંબઈ અને વિદેશો માં વેપાર ચાલતો હતો. પરંતુ એક સમયે આ લોકો નસીબ અજમાવવા કચ્છથી મુંબઈ ગયા હતા.

ત્યાં જઈને તેઓ શ્રીમંત બન્યા. મહાન શેઠ પણ બની ગયા. પરંતુ સફળતા મળ્યા બાદ પણ તેઓ પોતાનો ધર્મ અને વતનને ક્યારેય ભૂલ્યા નહીં.

કચ્છ જિલ્લાનું સૌથી ઊંચું શિખરબંધ જિનાલય Kothara Jain Tirth

Kothara Jain Tirth Kutch

કોઠારા ગામમાં આ ત્રણ મહાપુરુષોએ વિક્રમ સંવત 1914, ઈ. સ. 1857માં શ્રી શાંતિનાથ ભગવાનના મેરુપ્રભ જિનાલયના નિર્માણ કાર્યની શરૂઆત કરી હતી.

78 ફૂટ લાંબુ, 69 ફૂટ પહોળું અને 74 ફૂટ ઊંચું આ મંદિર કચ્છ જિલ્લાનું સૌથી ઊંચું શિખરબંધ જિનાલય છે.

આ મંદિર આજુબાજુથી ઊંચા કોટ વડે ઘેરાયેલું છે જેમાં પાંચ બૂર્જ અને ૧૨ x ૬ ફૂટનો દરવાજો છે. તેને બે માળ જેટલું ઊંચુ પ્રવેશદ્વાર છે.

આ જૈન મંદિર કચ્છના 400 કારીગરોની અથાક મહેનતથી સાભરાઈના સલાટ નાથુની દેખરેખ હેઠળ 4 વર્ષમાં બનાવવામાં આવ્યું હતું. અને તેના નિર્માણ કાર્યમાં 16 લાખ કચ્છી કોરી એટલે કે 4,57,143 રૂપિયાનો ખર્ચ થયો હતો. આજના હિસાબે જોઈએ તો એ વખતે અંદાજે 6 કરોડથી વધુના ખર્ચે આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

1200 વર્ષ પ્રાચીન ભગવાન શાંતિનાથની પ્રતિમા Kothara Jain Tirth

Kothara Jain Tirth Kutch

આ ભવ્ય જિનાલયની પ્રતિષ્ઠા સંવત 1918 મહા સુદી તેરસ બુધવાર, 13 ફેબ્રુઆરી 1862 ના શુભ દિવસે પરમ પૂજ્ય અચલગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી રત્નસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ ની પાવન નિશ્રા માં કરવામાં આવી હતી.

મુખ્ય મંદિરની બાજુમાં બીજું એક સુંદર મંદિર છે જે 425 વર્ષ જૂનું છે અને તેમાં ભગવાન શાંતિનાથની પ્રતિમા લગભગ 1200 વર્ષ પ્રાચીન છે.

Kothara Jain Tirth YouTube Video

શ્રી કોઠારા તીર્થમાં યાત્રિકોની સુવિધા માટે જૈન ભોજનશાળા અને ધર્મશાળા ની વ્યવસ્થા છે. સાધુ સાધ્વીજી ભગવંતો માટે ઉપાશ્રય તેમજ પાઠશાળા અને જ્ઞાનશાળાની પણ સુવિધા છે.

કચ્છમાં પંચતીર્થી કરતી વખતે આ તીર્થના દર્શનનો લાભ અવશ્ય લેવો જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

मुंबई-अहमदाबाद हाईवे पर सूरत के पास जैन तीर्थ

भूमि, लक्ष्मी और कृपा जैसे तीन नाम किसी कन्या के प्रतीक हो सकते हैं, लेकिन यहाँ पर यह तीनों शब्द मिलकर जिनशासन...

क्या हम अपनी ज्ञान धरोहर को बचा पाएंगे?

हस्तलिपि Manuscript विषय पर हम शायद अधिक जानकारी नहीं रखते और न ही हमारी इसमें कोई विशेष रुचि रही है। मगर जिस...

भाषा और लिपि: व्युत्पत्ति, विकास और सांस्कृतिक प्रभाव

मानव सभ्यता के विकास में संचार माध्यम का एक महत्वपूर्ण योगदान रहा है। मानव ने संवाद की आवश्यकता को पूरा करने के...

Brahmi Lipi ब्राह्मी लिपि का उद्भव और विकास

भारत की ऐतिहासिक धरोहरों में ब्राह्मी लिपि एक अनमोल रत्न के रूप में जानी जाती है। यह लिपि भारतीय सभ्यता के विकास...

Recent Comments